કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રો. ડો.પાર્થ ત્રિવેદી દ્વારા WFC એસેમ્બલી ઓફ મેમ્બર્સ–2025 (યુરોપ)માં રીપોર્ટ રજૂ કરાયો
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિત કડી સર્વ વિશ્વ વિદ્યાલય, ગાંધીનગર ના પ્રો. ડો.પાર્થ ત્રિવેદી દ્વારા ડેનમાર્કના કોપનહેગન(યુરોપ)માં વર્લ્ડ ફેડરેશન ઓફ કાયરોપ્રેકટીક અને ડેનિશ કાયરોપ્રેકટીક એસોસિએશન દ્વારા આયોજિત WFC એસેમ્બલી ઓફ મેમ્બર્સ 2025માં, ઇન્ડિયન એસોસિએશન ઓફ કાયરોપ્રેકટીક ડોક્ટર્સ (IACD) વતીથી કન્ટ્રી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ એસેમ્બલીમાં WFC સેક્રેટરી જનરલ ડૉ. રિચાર્ડ બ્રરોન તથા એશિયન રીજિઓન ડાયરેકટર યી કાઈ વોંગ સહિત WHOના પ્રતિનિધિ તથા વિશ્વ માંથી ૯૬ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આખા ભારતમાં કુલ 15 કાયરોપ્રેકટીક ડોક્ટરર્સ છે.જેમાં ગુજરાતમાં પ્રથમ કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રો. ડો.પાર્થ ત્રિવેદી છે. ડૉ. પાર્થ ત્રિવેદીની કાયરોપ્રેકટીક ડોક્ટરની ડિગ્રીના પાયામાં કડી સર્વ વિશ્વ વિદ્યાલય અને અમેરિકા સ્થિત લાઈફ કાયરોપ્રેકટીક કોલેજ વેસ્ટ (LCCW) યુ.એસ.એ.આધારસ્તંભ રહ્યા છે. કડી સર્વ વિશ્વ વિધાલયના ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલ,તથા કે એસ.વીના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ રીલેશનના ડાયરેકટર ડો.જીનલ જોશી દ્વારા ડો.પાર્થ ત્રિવેદીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.