રાજકોટ ST ડિવિઝનને ઉનાળુ વેકેશનમાં ₹20.45 કરોડની વધારાની આવક
રાજકોટ: સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટ ST ડિવિઝને ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરોને ઉત્તમ સુવિધા પૂરી પાડીને ₹20.45 કરોડની વિક્રમજનક વધારાની આવક મેળવી છે. આ સફળતા રાજકોટ ST ડિવિઝન માટે ઉનાળુ વેકેશનને અત્યંત ફળદાયી બનાવ્યું છે. વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું કે, મુસાફરોની વધતી અવર-જવરને ધ્યાનમાં રાખીને વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ વર્ષે કુલ 58,000 ટ્રીપોનું સંચાલન થયું છે, જે ગયા વર્ષ (2024)ની સરખામણીએ ₹13 લાખથી વધુની આવક દર્શાવે છે. ઉપરાંત, ગત વર્ષ કરતાં આ વર્ષે 30,000 વધુ મુસાફરોએ ST બસ સેવાનો લાભ લીધો છે. રાજકોટથી અમદાવાદ, સુરત, વડોદરા, અમરેલી, ભાવનગર, દ્વારકા અને સોમનાથ જેવા લોકપ્રિય સ્થળો માટે કુલ 60 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ ઉત્કૃષ્ટ કામગીરી રાજકોટ ST ડિવિઝનની કાર્યક્ષમતા અને મુસાફરલક્ષી અભિગમને ઉજાગર કરે છે.