મનોરંજન

ઓપનિંગ વીકેન્ડમાં ‘સાહો’ની 79 કરોડની કમાણી, ‘બાહુબલી 2’નો રેકોર્ડ ના તોડી શકી

મુંબઈઃ
પ્રભાસની ફિલ્મ ‘સાહો’ને નેગેટિવ રિવ્યૂ મળ્યાં બાદ પણ જબરજસ્ત કમાણી કરી રહી છે. હિંદી વર્ઝને ત્રીજા દિવસે 29.48 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મે ત્રણ દિવસમાં 79.08 કરોડની કમાણી કરી લીધી હતી.

ત્રણ દિવસમાં 79.08 કરોડ
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ‘સાહો’ની કમાણીને લઈ ટ્વીટ કરી હતી. તેમણે ટ્વીટ કરી હતી, ‘સાહો’ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી રહી છે. ત્રીજા દિવસે પણ કમાણીમાં વધારો જોવા મળ્યો. ઓપનિંગ વીકેન્ડમાં ફિલ્મે કમાલનું કલેક્શન કર્યું છે. નોર્થ તથા ઈસ્ટ ઈન્ડિયાના આંકડાઓ પણ સારા છે. અન્ય સર્કિટમાં પણ કમાણી સારી રહી છે. શુક્રવારે 24.40, શનિવારે 25.20 તથા રવિવારે 29.48 કરોડની કમાણી. ભારતમાં ‘સાહો’ના હિંદી વર્ઝને 79.08 કરોડની કમાણી કરી સુજીતના ડિરેક્શનમાં બનેલી ‘સાહો’ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ સારો બિઝનેસ કરી રહી છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં પણ શાનદાર ઓપનિંગ મળ્યું છે. પ્રભાસની ફિલ્મે પહેલાં દિવસે વર્લ્ડવાઈડ 104 કરોડની કમાણી કરી હતી. બે દિવસમાં 205 કરોડની કમાણી વર્લ્ડવાઈડ કરી લીધી છે. 350 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ સહજતાથી બજેટ કરતાં વધુ કમાણી કરી લેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *