ગુજરાત

મહેસાણા: દૂધસાગર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો, ઉત્પાદકોને વાર્ષિક ₹૪૮ કરોડનો લાભ

દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધનો ભાવ હવે ₹૮૨૦ પ્રતિ કિલો ફેટથી વધીને ₹૮૩૦ પ્રતિ કિલો ફેટ થયો છે. આ ભાવવધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક અંદાજે ₹૪૮ કરોડનો વધારાનો ફાયદો થશે, જે તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે.

મંડળીના ચેરમેન અશોક ચૌધરીના શાસનકાળ દરમિયાન આ ૧૪મી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. તેઓ ચેરમેન બન્યા ત્યારથી દૂધના ભાવમાં કુલ ₹૧૮૦ પ્રતિ કિલો ફેટનો વધારો થયો છે. આ સતત ભાવવધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક કુલ ₹૮૦૦ કરોડનો ફાયદો થઈ રહ્યો છે. દૂધસાગર ડેરીનો આ નિર્ણય દૂધ ઉત્પાદકોના કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x