ગાંધીનગર

દેશભરમાં મેટ્રો કેબલ ચોરી કરતી ‘ખેકડા’ ગેંગ ઝડપાઈ: ગાંધીનગર LCB એ ૩૫ ગુનાનો ભેદ ઉકેલ્યો

ગાંધીનગર: દેશભરના મેટ્રો સ્ટેશનોને નિશાન બનાવતી કુખ્યાત ‘ખેકડા’ ગેંગનો પર્દાફાશ ગાંધીનગર LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) દ્વારા કરવામાં આવ્યો છે. LCB એ આ આંતરરાજ્ય ગેંગના ચાર શખ્સોને ઝડપી પાડીને કેબલ ચોરીના કુલ ૩૫ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

આ ગેંગે મહારાષ્ટ્ર, દિલ્હી અને પુણે સહિતના અનેક શહેરોમાં મેટ્રો સ્ટેશનો પર કેબલ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીનો મુદ્દામાલ છુપાવવા માટે તેમણે કલોલમાં એક મકાન ભાડે રાખ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ગેંગે કોબા મેટ્રો સ્ટેશન નજીકથી ૧૮ લાખ રૂપિયાના કેબલની ચોરી પણ કરી હતી. પોલીસ તપાસ મુજબ, ‘ખેકડા’ ગેંગના કુલ ૧૩ શખ્સો આ ચોરીઓમાં સંડોવાયેલા હતા.

તેમણે દિલ્હીમાં ૧૪, પુણેમાં ૧૨, અને મુંબઈના પનવેલમાં ૬ સ્થળોએ કેબલ ચોરી કર્યાની કબૂલાત કરી છે. આ ઉપરાંત, ભોપાલ અને ઇન્દોરમાં પણ કેબલ ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લાના ખેકડા ગામના રહેવાસી હોવાથી આ ગેંગને ‘ખેકડા’ ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્યવાહીથી દેશભરના મેટ્રો પ્રોજેક્ટ્સની સુરક્ષા વધુ સુદ્રઢ બનશે તેવી આશા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *