ગુજરાત

હિંમતનગર ખાતે નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફોટો ફેયર ૨૦૨૫ યોજાયો

હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફોટો વિડિયો ફેયર ૨૦૨૫નુ આયોજન કરવામા આવ્યુ જેમા પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને એસોશિયેસન પ્રમુખ રામસિંગ રાજપુરોહિત, ઉપપ્રમુખ સંજય પટેલ, મંત્રી અમિતભાઈ પટેલ અને નોર્થ ગુજરાત એસોશિયેસનના હોદ્દેદારો તથા ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રગટાવી ફોટો ફેયર ખુલ્લુ મુકવામા આવ્યો હતો આ ફોટો ફેયરમા નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોશિયેસનના પાંચ જિલ્લા સહીત અન્ય જિલ્લાના ફોટોગ્રાફર ઉપસ્થિત રહ્યા હતા હતા સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, કડી, કલોલ, કપડવંજ, સુરેન્દ્રનગર, રાજકોટ જીલ્લાના દરેક ફોટોગ્રાફર ઉપસ્થિત રહ્યા હતા અને દરેક ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રોએ ૬૦ કરતા વધારે સ્ટોલની મુલાકાત લીધી હતી અને ૬૦૦૦ ફોટોગ્રાફર મિત્રોએ ટચ ફીડ કર્યું હતુ અને ભવિષ્યમા આવનાર નવી ટેક્નોલોજી અને પ્રોડક્ટ વિશે જાણકારી મેળવી હતી તેમજ ફોટો ફેયરના સ્ટોલમાથી ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લગતા સામાનની ખરીદી પણ કરી હતી તેમા દરેક કંપનીઓ દ્વારા વિવિધ પ્રોડક્ટો આ ફેરમા જોવા મળી હતી હિંમતનગર ખાતે યોજાયેલા ફોટો ફેયરમા નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોશિયેસન તથા ગુજરાતના અલગ અલગ જિલ્લામાથી ફોટોગ્રાફર મિત્રો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *