ગુજરાત

સાબરકાંઠા LCB દ્વારા મહેસાણાના ચીટિંગ કેસનો એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

સાબરકાંઠા: મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચિંતિંગ અને જી.પી.આઈ.ડી. (ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ) ના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ ઝડપી પાડ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ આરોપી મહેસાણા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હતો. સાબરકાંઠા LCB ની ટીમે બાતમીના આધારે સઘન તપાસ અને વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીની ધરપકડથી ગુનાની વધુ વિગતો બહાર આવશે અને ચિંટીંગ તથા નાણાકીય છેતરપિંડીના કેસોમાં ન્યાયની પ્રક્રિયા ઝડપી બનશે. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *