ગાંધીનગર ખાતે ખેલમહાકુંભ- ૨.૦ ખેલાડીઓને રોકડ પુરસ્કાર ફોરમ જમા કરાવવા સૂચના
જિલ્લા રમત પશિક્ષણ કેન્દ્ર દ્વારા ગાંધીનગર ખાતેખેલમહાકુંભ- ૨.૦ ૨૦૨૩-૨૪ ખેલાડીઓનાં પુરસ્કાર માટેખેલ મહાકુંભ ૨૦ અંતર્ગત ઝોન/તાલુકાકક્ષા/મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ-પુરસ્કાર મળેલ ના હોય તે ખેલાડીઓએ પોતાના જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ખેલ મહાકુંભ-૨૦ રજિસ્ટ્રેશનની વિગત, બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જમા કરાવવાની રહેશે. તેમજ રાજયકક્ષાના વિજેતા ખેલાડીઓ અને કોચીઝને રોકડ-પુરસ્કાર મળેલ ના હોય તે ખેલાડીઓએ ભાગ લેવા ગયેલ જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનો સંપર્ક કરી ખેલ મહાકુંભ-૨૦ રજિસ્ટ્રેશનની વિગત બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જમા કરાવવાની રહેશે.
ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત તાલુકા, જિલ્લાકક્ષા વિજેતા ખેલાડીઓને રોકડ-પુરસ્કાર મળેલ ના હોય તે ખેલાડીઓએ પોતાના જિલ્લાના જિલ્લા રમતવિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ખેલ મહાકુંભ-૨૦ રજિસ્ટ્રેશનની વિગત બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જમા કરાવવાની રહેશે. તેમજ રાજયકક્ષાના વિજેતા ખેલાડીઓ અને કોયીઝને રોકડ-પુરસ્કાર મળેલ ના હોય તે ખેલાડીઓએ ભાગ લેવા ગયેલ જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનો સંપર્ક કરી ખેલ મહાકુંભ-૨.૦ રજિસ્ટ્રેશનની વિગત, બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર -૧૮૦૦ ૨૭૪ ૯૧૫૧ અથવા www.khelmahakumbh.gujarat.gov.in પર વિગત જમા કરો