ગાંધીનગર ખાતે શહેરીજનો માટે અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેંટ તાલીમ યોજાઇ
જિલ્લા બાગાયતી કચેરી દ્વારા ગાંધીનગર ખાતે શહેરીજનો માટે તા. ૦૯ જૂન ૨૦૨૫ ના રોજ ગાંધીનગરના શહેરીજનોને અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત સંકલ રેસીડેન્સી, ન્યુ વાવોલ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમમાં ૫૦ તાલીમાર્થીઓને ઘર આંગણે કિચન ગાર્ડનીંગ, ઔષધીય ગાર્ડન, સુશોભનના કુંડાની માવજત, ઉછેર અને કાળજી, ઘર આંગણાના વિવિધ ફળ રોપા ઉછેર કરવાની રીત અને પ્રેક્ટિકલ બાબતોના સમન્વય સાથે તાલીમ આપવામાં આવી. જેમાં તમામ તાલીમાર્થીઓએ પરસ્પર પ્રશ્નોતરી સાથે ખૂબ રસ પૂર્વક તાલીમ દ્વારા કઈક નવીન શીખીને શરૂઆત કરી શકાય તેવા હેતુથી તાલીમ મેળવેલ છે. આ કાર્યક્રમમાં તાલીમાર્થીને ૫ કિલો પોટિંગ મિક્સ અને બે નંગ ગ્રોબેગ આપવામાં આવી તેમજ ઘર આંગણે હતી.

 
			