ગુજરાત

ગુજરાતમાં ચોમાસાનું વિલંબિત આગમન: રવિવારથી હળવા વરસાદની શક્યતા

ગત વર્ષે 11મી જૂને ચોમાસાનો પ્રારંભ થયો હોવા છતાં, આ વખતે વહેલા ચોમાસાની આગાહીઓ ફળીભૂત થઈ નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ બાદ એટલે કે રવિવારથી રાજ્યમાં હળવો વરસાદી માહોલ સર્જાશે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રવિવારથી ત્રણ દિવસ દરમિયાન હળવો વરસાદ જોવા મળશે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં 30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. બીજી તરફ, અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી વધુ છે. ગાંધીનગર અને કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે ગરમીનો પ્રકોપ યથાવત દર્શાવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *