ahemdabadગુજરાત

ગુજરાતમાં આગામી ૭ દિવસ ભારે વરસાદની આગાહી: અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રેડ એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે, ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજ (બુધવાર, ૧૮ જૂન) સહિત આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની સંભાવના છે.

અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું, જ્યારે અન્ય વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટ અપાયા હતા. આજ (બુધવાર, ૧૮ જૂન) માટે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ૧૨ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ૧૫ જિલ્લામાં યલો એલર્ટ રહેશે. આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે. ૧૯ જૂને દક્ષિણ ગુજરાતના ૬ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ૨૦ જૂને ૫ જિલ્લામાં યલો એલર્ટ, અને ૨૧ જૂને ૧૨ જિલ્લામાં યલો એલર્ટની આગાહી છે. ૨૨ અને ૨૩ જૂને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ રહેશે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચનાઓ અપાઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *