ગુજરાત

પેટાચૂંટણી: વિસાવદરમાં AAPનો ભવ્ય વિજય, કડીમાં ભાજપનો દબદબો; ઇટાલિયાએ ક્રાંતિનો હુંકાર કર્યો

અમદાવાદ: ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 17,581 મતોથી ભવ્ય જીત હાંસલ કરી, જ્યારે કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ 38,904 મતની જંગી સરસાઈથી વિજય મેળવ્યો. વિસાવદરમાં જીત બાદ AAP કાર્યકર્તાઓએ ઇટાલિયાને ખભા પર બેસાડીને “જય ગોપાલ” ના નારા સાથે ભવ્ય ઉજવણી કરી હતી.

જીત બાદ પ્રતિક્રિયા આપતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, “આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે. આ લડાઈ સત્તા, પૈસા, દારૂ, ગુંડા અને અહંકાર સામે આમ જનતાની આશા અને વિશ્વાસની હતી.” તેમણે યુવાનોને ભાજપના “ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને તાનાશાહી” સામે જાગૃત થવા અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે સાથે મળીને લડવાની હાકલ કરી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *