ગુજરાત

AMTSનો સ્માર્ટ વહીવટ: 3 વર્ષમાં 357 કરોડની આવક અને 1248 કરોડનો ખર્ચ : ખોટના નાણાંના સીધા લાભાર્થી ભાજપના પદાધિકારીઓ

અમદાવાદ :

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન શું છે એટલે કે AMTSના સંચાલકો અદભુત વહીવટ કરી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન AMTSની કુલ આવક 357 કરોડની હતી. જેની સામે AMTSએ 1248 કરોડનો ખર્ચો કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ સમગ્ર કૌભાંડ ને ઉજાગર કરતા જણાવ્યું છે કે, AMTSની ત્રણ વર્ષમાં 1000 કરોડ રૂપિયાની ખોટ કરી છે આ નાણાંના સીધા લાભાર્થી ભાજપના પદાધિકારીઓ–મળતીયાઓ છે.

70 લાખ શહેરી નાગરિકોના હિતમાં મજબૂત અસરકારક જાહેર પરિવહન વ્યવસ્થાની માંગણી કરતા તેઓએ જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ષ 2015-16માં રૂ. 130.40 કરોડની આવક થઈ અને રૂ. 406.91 કરોડનો ખર્ચ થયો, વર્ષ 2016-17માં 113.99 કરોડની આવક થઈ 421.51 કરોડ ખર્ચ થયો, વર્ષ 2017-18માં રૂ. 112.81 કરોડની આવક થઈ જ્યારે ખર્ચ રૂ. 420 કરોડ થયો એટ્લે કે 3 વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટમાં આવક રૂ. 357.2 કરોડની થઈ અને ખર્ચ 1248.49 કરોડ રૂપિયા થયો એટલે માત્ર 3 વર્ષમાં જ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટે 891.29 કરોડની જંગી ખોટ કરી છે.

વર્ષ 2000 પહેલા એ.એમ.ટી.એસ. પાસે 942 બસો પોતાની માલિકીની હતી, વર્ષ 2000થી 2019 સુધીમાં 83 + 102 એમ 185 બસો પોતાની માલિકીની ખરીદવામાં આવી અને હાલ પોતાની માલિકીની માત્ર 83 બસો છે તો 102 બસો ક્યાં ગઈ ? એ.એમ.ટી.એસ. પાસે 971 ડ્રાઈવર છે જેમાં 895 કાયમી છે અને 1529 કંડ્કટર છે જેમાં 987 કાયમી, 509 કોન્ટ્રાક્ટ પર છે તો 76 ડ્રાઈવર અને 41 કંડ્કટર કઈ રીતે કામ કરે છે એ પણ પ્રશ્ન ઊભો થાય છે.

અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન હદની ર્દષ્ટિએ અમદાવાદની વસ્તી 70 લાખ છે અને બસોની સંખ્યા 698 છે જે સામાન્ય દિવસોમાં રોડ ઉપર કાર્યરત હોય છે. એટલે કે દર 10 હજાર અમદાવાદીઑ–શહેરી નાગરિકો સામે માત્ર એક જ AMTS બસ ત્યારે સ્માર્ટ સીટીની મોટી મોટી જાહેરાત કરનાર જાહેર પરિવહન વ્યવસ્થા આપવામાં સદંતર નિષ્ફળ ભાજપ શાસકો પર આકરા પ્રહારો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદની આસપાસ અને સમગ્ર ગુજરાતમાંથી આર્થિક ઉપાર્જન, તબિબિ સારવાર માટે અમદાવાદમાં રોજ લાખો લોકો એક જગ્યાએ થી બીજી જગ્યાએ જતાં હોય તે સમયે શહેરના પબ્લિક ટ્રાન્સપોર્ટની આવી કંગાળ હાલતને કેવા પ્રકારનો વહીવટ કહી શકાય? જ્યારે AMTS સતત ખોટ કરતું હોય અને બીજી બાજુ પ્રાઈવેટ કંપનીઑને મહિને 12.09 કરોડની ચૂકવણું કરવામાં આવતું હોય તે શહેરી નાગરિકોના ખીસ્સામાંથી વ્યવસ્થિત રીતે નાણાં ખંખેરવાનું લૂંટ તંત્ર બની ગયું છે.

AMTSના ખાનગીકરણના સત્તાવાર આંકડા જ સ્પષ્ટ છે વર્ષ 2012-13માં AMTSના 145 રૂટ પર વર્ષના કુલ 3,68,58, 288 કિ.મી. જ્યારે વર્ષ 2017-18 માં 99 રૂટો પર 92,04,035 કિમી જ બસ ફેરવવામાં આવી. જ્યારે, ખાનગી ઓપરેટરોના લાભ માટે વર્ષ 2012-13માં 29 રૂટ પર પ્રાઈવેટ બસો 2,07,07,090 કિમી જ્યારે વર્ષ 2017-18માં 103 રૂટો પર 4,26,21,848 કિમી બસ ફેરવવામાં આવી એટલે AMTS પોતાના ઓનરોડ વાર્ષિક 2,76,54,253 કિ.મી. નો ઘટાડો નોંધાયો જ્યારે પ્રાઈવેટ ઓપરેટરોને ફાયદો થાય તે માટે 2,19,14,758 કિ.મી. નો વધારો થયો આ છે ભાજપ સત્તાધીશોની સાજીદારી ભાગીદારીનું વધુ એક નમૂનેદાર ભ્રષ્ટાચારી મોડલ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *