રાષ્ટ્રીયવેપાર

1 ઓગસ્ટથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓગસ્ટથી કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે. 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં ₹33.50નો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં હવે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ ₹1631.50 થશે. નોંધનીય છે કે, 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને તે યથાવત છે. આ વર્ષે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હોય તેવી આ ત્રીજી ઘટના છે. આ અગાઉ 1 ફેબ્રુઆરીએ ₹7 અને 1 એપ્રિલના રોજ ₹41નો ઘટાડો થયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *