જંબુસરમાં દશામાનો અનોખો પરચો: ભક્તના હાથમાંથી કંકુ વરસ્યું
જંબુસર સહિત સમગ્ર ગુજરાતમાં હાલ દશામાના વ્રતની ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન જંબુસરની ઘનશ્યામ નગર સોસાયટીમાં એક અનોખો ચમત્કાર જોવા મળ્યો. છગનભાઈ માછીના ઘરે દશામાની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં તેમની ભક્તિથી ભક્તિભાવથી અભિભૂત થઈને દશામાએ સાક્ષાત પરચો આપ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરિવારના ભક્ત જમનાબેનના હાથમાંથી અચાનક કંકુ વરસવા લાગ્યું. આ કંકુ માત્ર તેમના હાથમાંથી જ નહીં, પરંતુ પૂજાના રૂમમાં પણ ઠેર ઠેર જોવા મળ્યું. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને દૂર દૂરથી ભક્તો આ ચમત્કાર જોવા અને દશામાના દર્શન કરવા ઉમટી પડ્યા છે.