ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના: ગાંધીનગર જિલ્લાના પ્રવાસીઓ માટે ખાસ અપીલ
ગઈકાલે ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની જે દુઃખદ ઘટના બની છે, તેના પગલે ગાંધીનગર જિલ્લાના પ્રવાસીઓની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. આ ઘટનામાં જો ગાંધીનગર જિલ્લાના કોઈ પણ નાગરિક ફસાયા હોય અથવા તેમના વિશે કોઈ માહિતી ન મળી રહી હોય, તો તેમના પરિવારજનોને મદદ માટે અપીલ કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે એક તાત્કાલિક જાહેરાત કરવામાં આવી છે. પ્રવાસીઓના સંબંધીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ગાંધીનગરના DEOC (ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર) કંટ્રોલ રૂમનો સંપર્ક કરે. મદદ માટેનો હેલ્પલાઇન નંબર 07923256720 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર માહિતી આપીને પ્રવાસીઓને શોધવાની અને જરૂરી મદદ પહોંચાડવાની કવાયત હાથ ધરાશે.
આ દુર્ઘટનામાં ફસાયેલા લોકોના સ્વજનોને શાંતિ જાળવવા અને તંત્રને સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ ઘટના પર સતત નજર રાખવામાં આવી રહી છે અને શક્ય તમામ મદદ પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.