કલેકટર મેહુલ દવેની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ૭૯માં સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ યોજાયું
ગાંધીનગર તા. ૧૩ ઓગસ્ટ-
ગાંધીનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને સેકટર ૧૧ના રામકથા મેદાન ખાતે થશે. જે અન્વયે આજે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્રતા પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેની રિહર્સલમાં જિલ્લા કલેકટરશ્રીએ આગમન, ધ્વજવંદન, પોલીસ પ્લાટુન દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદબોધન અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનાં આયોજનોનાં રિહર્સલ નિહાળી સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે જમીન સંપાદક અધિકારી શ્રી અર્જુનસિંહ વણઝારા, પ્રાંત અધિકારી શ્રી પાર્થ કોટડીયા, મામલતદાર શ્રી મહેશ ગોહિલ સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.