વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે સાદરામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર: વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભાવસિંધિયા ધર્મશાળા ટ્રસ્ટ દ્વારા રવિવારે સાદરા ગામના રસાલા મહાદેવજી મંદિરે વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપતા એક વૃક્ષારોપણનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં સાદરા ગામના મોટી સંખ્યામાં સનાતની ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિશ્વ હિન્દુ પરિષદના ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ મોડીયા, જિલ્લા ઉપાધ્યક્ષ નટુજી જાદવ અને જિલ્લા મંત્રી ગણપતસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ભાવસિંધિયા ધર્મશાળા ટ્રસ્ટના મંત્રી સુનિલભાઈ શાહ અને સામાજિક કાર્યકર્તા વિરેન્દ્ર ગીરી ગોસ્વામી પણ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. તમામ આગેવાનોએ વૃક્ષોનું મહત્વ સમજાવ્યું અને પર્યાવરણની જાળવણી માટે સૌને સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા સંસ્થાએ પોતાના સ્થાપના દિવસની ઉજવણીની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ નિભાવી હતી. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.