ગાંધીનગર ઇમરજન્સી કંટ્રોલ રૂમના લેન્ડલાઇન નંબર બંધ, વૈકલ્પિક નંબર જાહેર
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાનું ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (EOC)નો લેન્ડલાઇન નંબર હાલમાં ટેકનિકલ કારણોસર હંગામી ધોરણે બંધ છે. નાગરિકોને કોઈ અસુવિધા ન પડે તે માટે કંટ્રોલ રૂમ દ્વારા અન્ય વૈકલ્પિક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. મામલતદાર ડિઝાસ્ટર, ગાંધીનગર દ્વારા એક અખબારી યાદીમાં આ માહિતી આપવામાં આવી છે.
ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો જૂનો નંબર 079-232-56720 ટેકનિકલ ખામીને કારણે કામ કરી રહ્યો નથી. જો કોઈ આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય, તો નાગરિકો હવે કંટ્રોલ રૂમના નવા નંબરો 079-232-45870, 079-232-45875 અને 079-232-45877 પર સંપર્ક કરી શકે છે. વહીવટીતંત્રએ જરૂર પડ્યે આ નંબરોનો ઉપયોગ કરવા માટે નાગરિકોને વિનંતી કરી છે.