લોકરક્ષક ભરતી પ્રક્રિયાનો અંતિમ તબક્કો: ૧૭ સપ્ટેમ્બરથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થશે.
ગુજરાત લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે. ૨૭ ઓગસ્ટના રોજ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ હવે ભરતી બોર્ડે દસ્તાવેજ ચકાસણી (ડોક્યુમેન્ટ વેરિફિકેશન)ની પ્રક્રિયા શરૂ કરી છે. ઉમેદવારો ૧૭ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન તેમના દસ્તાવેજોની ચકાસણી કરાવી શકશે.
૧૫ જૂને ૧૨,૦૦૦ જગ્યાઓ માટે યોજાયેલી પરીક્ષામાં ૨.૪૮ લાખથી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા. ૬ ઓગસ્ટે લેખિત પરીક્ષાના ગુણ જાહેર થયા બાદ, રિચેકિંગ માટે ૫૫૭ અરજીઓ મળી હતી. ચકાસણી દરમિયાન એવું જાણવા મળ્યું કે કેટલાક ઉમેદવારોએ OMR Sheet પર પ્રશ્નપુસ્તિકા કોડ લખવામાં ભૂલ કરી હતી, જેના કારણે તેમના ગુણની ગણતરીમાં વિસંગતતા સર્જાઈ હતી. તંત્ર આ ભૂલ અંગે યોગ્ય પગલાં લેશે તેવી શક્યતા છે.