પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર: દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના માટે અરજીઓ શરૂ
ગાંધીનગર: રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના’ હેઠળ ખેડૂતો પાસેથી નવી અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતો માટે આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળશે જેઓ દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરે છે અથવા કરવા માંગે છે. આ માટે ખેડૂતો પાસે આઇડેન્ટિફિકેશન ટેગવાળી દેશી ગાય હોવી જોઈએ અને તેમણે પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલી હોવી જરૂરી છે. આ વર્ષે જે ખેડૂતોને અગાઉથી મંજૂરી મળી ગઈ છે, તેમને બાદ કરતાં અન્ય ખેડૂતો માટે આ તક છે. ખેડૂતોને નિર્ધારિત સમયમર્યાદામાં પોર્ટલ પર અરજી કરવા જણાવાયું છે.