ગાંધીનગરના રિદ્રોલથી લોદ્રા રોડ પર પેચ વર્ક કરાયું
ગાંધીનગર તા. ૨૫ સપ્ટેમ્બર – ગાંધીનગર જિલ્લામાં ચોમાસા દરમ્યાન અનેક રસ્તાઓ તૂટી ગયા છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા આ તૂટી ગયેલા અનેક રસ્તાઓનું રિપેરિંગ હાથ ધરાયું હતું. જેમાં રિદ્રોલ થી લોદ્રા રોડ વિસ્તારમાં વરસાદના કારણે પડી ગયેલા ખાડાઓ બૂરી દેવામાં આવ્યા હતા, ઉપરાંત જિલ્લામાં પણ બાકી રહી ગયેલા વિસ્તારોમાં રોડ રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. રિદ્રોલ થી લોદ્રા રોડ પર પેચવર્કનુ કામ પૂર્ણ થતાં હજારો વાહનચાલકોને રાહત મળી છે.