નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન: ગુજરાતમાં ૪ દિવસ ભારે વરસાદની આગાહી, ખેલૈયાઓની ચિંતા વધી
ગુજરાતમાં નવરાત્રિના તહેવારની ધૂમ છે, પરંતુ હવામાન વિભાગે ૨૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે. ચોમાસાની વિદાય સમયે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજાએ રાજ્યના ઘણા વિસ્તારોમાં જમાવટ કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
- ભારેથી અતિ ભારે વરસાદની આગાહી: ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી.
- હળવાથી મધ્યમ વરસાદની શક્યતા: આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ.
- અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.
નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૧૧૧ ટકા વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાત સૌથી આગળ છે.