“વિકાસ સપ્તાહ: યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ”
ગાંધીનગર
ગુજરાત સરકાર યુવાનોને વધુમાં વધુ રોજગાર મળી રહે તે માટે અવારનવાર રોજગાર ભરતી મેળાની આયોજિત કરી રહી છે. નવ યુવાનો સ્વાવલંબી બને તે માટે આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાતના મિશન સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે. આજરોજ યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ દિવસની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીશ્રીના હસ્તે રોજગાર પત્ર મેળવતા ગાંધીનગરના પેથાપુર ગામના વતની વૈભવ ડાભી સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે,” માર્ચ 2024માં મે B.Com સફળતાપૂર્વક પૂર્ણ કર્યું અને શરૂઆતમાં મેં ગુજરાત પોલીસ ભરતી પરીક્ષા માટે તૈયારી કરી. શારીરિક અને લેખિત પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી, પરંતુ હું અંતિમ મેરિટ યાદીમાં સ્થાન મેળવી શક્યો નહીં. આ સમયમાં નિરાશા તો ઘણી થઈ, મારો આત્મવિશ્વાસ ડગી ગયો હતો. પરંતુ, હું અટક્યો નહિ.
સફળતા કિસ્મતમાં નહિ પણ તમારી મહેનતમાં હોય છે.
એટલે મેં મહેનત કરવાનું મૂક્યું નહીં અને એક દિવસ મારા મિત્રએ મને જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર દ્વારા યોજાયેલા રોજગાર મેળા વિશે અખબારની ક્લિપિંગ મોકલી અને મેં તે ભરતીમેળામાં ભાગ લીધો અને રોયલ મોટર્સ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યુ. ત્રણ દિવસ પછી મને બોલાવવામાં આવ્યો અને સહાયક પદની ઓફર કરવામાં આવી. જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગરના સ્ટાફના સારા પ્રયાસોને કારણે આ સહાયક નોકરી મળી છે જેથી હું જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગરનો અને મને કામ કરવાની તક આપવા બદલ રોયલ મોટર્સ અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું.