ભરૂચના આમોદ ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઇકોર્ટનો લેન્ડમાર્ક ચુકાદો: રાષ્ટ્રીય કક્ષાનું ‘ખતરનાક ષડયંત્ર’ ઠરાવ્યું
ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ ગામમાં આખા ગામના મોટાભાગના લોકોને, જેમાં ૩૭થી વધુ કુટુંબોના ૧૦૦થી વધુ હિન્દુઓનો સમાવેશ થાય છે, તેમને આયોજનપૂર્વક મુસ્લિમમાં ધર્માંતરણ કરાવવાનો કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવતાં ખળભળાટ મચી ગયો છે. જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈની કોર્ટે આ કેસને માત્ર એક વ્યક્તિના ધર્માંતરણનો નહીં, પણ રાષ્ટ્રીય કક્ષાના એક બહુ મોટા અને ખતરનાક ષડયંત્રનો ભોગ હોવાનું ઠરાવ્યું છે.
આ કેસનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આરોપીઓએ તેમની વિરુદ્ધની ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટ સમક્ષ ક્વોશિંગ પિટિશન દાખલ કરી. સરકારી વકીલ હાર્દિક દવેએ કોર્ટને આ કેસની ચોંકાવનારી વિગતો જણાવી:
- ખતરનાક ષડયંત્ર: છેલ્લા ૧૫ વર્ષથી વિદેશી તત્ત્વો અને સ્થાનિક આરોપીઓની મદદથી આમોદમાં આ કાવતરું ચાલી રહ્યું હતું.
- લોભામણી લાલચ: આરોપીઓ હિન્દુ પરિવારોને ટાર્ગેટ કરી તેમને આર્થિક સહાય, મકાન બાંધી આપવા, નોકરી, અનાજ, કુલર સહિતની ચીજવસ્તુઓની લાલચો આપતા હતા.
- મજબૂરીનો ફાયદો: તેમની ગરીબી અને જરૂરિયાતનો ફાયદો ઉઠાવીને તેમને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો. આ આખું ધર્માંતરણ પ્રિ-પ્લાનિંગ ચેઇન મુજબ ગોઠવાયેલું હતું.
- વિદેશ કનેક્શન: સુનાવણી દરમિયાન આરોપીઓના પાકિસ્તાન, કાશ્મીર અને વિદેશ કનેક્શન ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ષડયંત્રનો પર્દાફાશ થતાં હાઇકોર્ટ ચોંકી ઉઠી હતી.
કેસની સંવેદનશીલતા અને ગુપ્તતાના કારણે હાઇકોર્ટે તેની લાઇવ સ્ટ્રીમિંગ પણ બંધ રખાવ્યું હતું. જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ આરોપીઓની તમામ માગણીઓ ફગાવી દીધી:
- ક્વોશિંગ પિટિશન રદ્દ: આરોપીઓ (વરયાવા અબ્દુલ વહાબ મહેમૂદ તથા અન્યો) દ્વારા દાખલ કરાયેલી ક્વોશિંગ પિટિશન કોર્ટે ધરાર ફગાવી દીધી.
- ટ્રાયલ ફરજિયાત: હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કેસમાં ચાર્જશીટ થઈ ગયેલા તમામ આરોપીઓએ ટ્રાયલનો સામનો કરવો જ પડશે. તપાસ કે ટ્રાયલ સામે સ્ટે આપવાની માગણી પણ ફગાવી દેવાઈ.
-
અન્ય આરોપીઓ: જે બે આરોપીઓ (એક મૌલવી અને ફેફડાવાલા) સામે ચાર્જશીટ બાકી છે, તેમની અરજી પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી.