ડભોડા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર
ડભોડા ગામે સરપંચશ્રી આનંદીબેન ભૂપતસિંહ પરમારની અધ્યક્ષતામાં તા.૦૭/૧૦/૨૦૨૫ના રોજ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અવસરે ગામના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે ૨૨૦થી વધુ લોકો જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગામના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ગામજનોને સક્રિય સહભાગિતા માટે આહ્વાન કરાયું હતું. સૌએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી મીનાબેન લલિતસિંહ ઠાકોર, તાલુકા પંચાયત સદસ્યશ્રી ક્રિષ્નાબેન ભરતસિંહ સોલંકી, તાલુકા પંચાયત સદસ્યશ્રી સવિતાબેન મહોબતસિંહ સોલંકી અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.