ઇટાલીમાં બુરખા-નિકાબ પર સંપૂર્ણ પ્રતિબંધની તૈયારી: મેલોની સરકારે સંસદમાં બિલ રજૂ કર્યું
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પાર્ટી ‘બ્રધર્સ ઓફ ઇટાલી’એ સંસદમાં એક વિવાદાસ્પદ બિલ રજૂ કર્યું છે. આ બિલનો હેતુ દેશભરમાં બુરખા અને નિકાબ જેવા ચહેરો ઢાંકતા પહેરવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો છે. સરકારનું કહેવું છે કે, આ પગલું ‘ઇસ્લામી અલગતાવાદ’ અને ‘ધાર્મિક કટ્ટરવાદ’ને રોકવા માટે જરૂરી છે. આ કાયદાનો ભંગ કરનારને 300 થી 3,000 યુરો (લગભગ ₹26,000 થી ₹2.6 લાખ) સુધીનો દંડ થઈ શકે છે.
આ બિલમાં શાળા, યુનિવર્સિટી, દુકાનો, ઓફિસો અને અન્ય તમામ સાર્વજનિક જગ્યાઓ પર ચહેરો સંપૂર્ણપણે ઢાંકતા કપડાં પર પ્રતિબંધની જોગવાઈ છે. મેલોની સરકારનો દાવો છે કે આનાથી ઇટાલીની સામાજિક એકતા મજબૂત બનશે અને ‘સાંસ્કૃતિક અલગતાવાદ’ દૂર થશે.