સાળંગપુર મંદિર બહાર લારી-ગલ્લા પરનો પ્રતિબંધ યથાવત
બોટાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની નજીક લારી-ગલ્લા સહિતના વિક્રેતાઓની વાણિજ્યિક પ્રવૃત્તિઓ પર સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે, જસ્ટિસ નિરલ આર. મહેતાએ આ મામલે દરમિયાનગીરી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
સ્થાનિક વિક્રેતાઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે, બોટાદ પોલીસે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33D હેઠળ 10 નવેમ્બર સુધી જાહેરનામું બહાર પાડીને મંદિરના મુખ્ય માર્ગ અને નજીકના વિસ્તારમાં તેમની આજીવિકા છીનવી લીધી છે.
સરકાર પક્ષે અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, અશાંતિ, અસામાજિક તત્ત્વોની હાજરીમાં બનેલી ઘટનાઓ તેમજ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા અને લાખો શ્રદ્ધાળુઓના ટ્રાફિક નિયમન માટે આ કામચલાઉ પ્રતિબંધ જરૂરી છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ, હાઇકોર્ટે કહ્યું કે આ પ્રતિબંધ વ્યાપક જનહિતમાં જાહેર કરાયો છે અને તેમાં દખલગીરી કરવી ન્યાયોચિત નથી. કોર્ટનું વલણ જોતાં અરજદારોએ પોતાની અરજી પાછી ખેંચી લીધી,