રાષ્ટ્રીય

મુંબઈ આરપીએફમાં સૌથી મોટી ભરતી ૧૦,૫૦૦થી વધુ જગ્યા પર વધુ કોન્સ્ટેબલની ભરતી થશે

મુંબઈ:

ભારતીય રેલવેના આરપીએફમાં અત્યાર સુધીની સૌથી મોટી જવાનની ભરતી કરવામાં આવશે, જેમાં મુંબઈમાં ૧૦,૫૦૦ જેટલા જવાનની ભરતી કરવામાં આવશે. નવા જવાનની ભરતીમાં ૫૦ ટકા મહિલા જવાનની ભરતી કરાશે, એવું અધિકારીએ જણાવ્યું હતું. આરપીએફમાં કુલ ૧૦,૫૩૭ નવી ભરતી કરવામાં આવશે, જેમાં ૧,૧૨૦ જેટલા સબ ઈન્સ્પેક્ટર, ૮,૬૧૯ જેટલા કોન્સ્ટેબલ તથા ૭૯૮ સહાયક જવાનની ભરતી કરવાની પ્રક્રિયા ગયા વર્ષના મે મહિનામાં શરૂઆત કરવામાં આવી હતી, જે તાજેતરમાં પૂરી કરવામાં આવી છે, એવું આરપીએફના અધિકારીએ જણાવ્યું હતું.

હાલના તબક્કે મહિલા કોન્સ્ટેબલની ટકાવારી ૨.૨૫ ટકા જેટલી છે, તેથી રેલવે મંત્રાલયે મહિલા સશક્તીકરણના ભાગરૂપે મહિલા કોન્સ્ટેબલની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. આરપીએફના સ્ટાફની ભરતીના ભાગરૂપે અત્યાર સુધીમાં ૮૨ લાખ જેટલી અરજી મળી હતી, જેમાં ૧૪.૨૫ લાખ જેટલી તો સબ-ઈન્સ્પેક્ટરની જગ્યા માટેની અરજીનો સમાવેશ થાય છે. તેની સામે સબ-ઈન્સ્પેક્ટરની ૧૧૨૦ જેટલી ખાલી જગ્યા ભરવાની છે. અલબત્ત, બાકીની ૫૯ લાખ જેટલી અરજી કોન્સ્ટેબલની હતી, જ્યારે સહાયક સ્ટાફની જગ્યા માટે નવ લાખ જેટલી અરજી મળી હતી. ૧૧૨૦ સબ-ઈન્સ્પેક્ટરમાં ૮૧૯ પુરુષ તથા ૩૦૧ મહિલા તથા ૮૬૧૯ કોન્સ્ટેબલમાંથી ૪,૪૦૩ પુરુષ તથા ૪,૨૧૬ મહિલાનો સમાવેશ થાય છે, એવું સેન્ટ્રલ રિક્રૂટમેન્ટ કમિટીના ચૅરમેન અને આરપીએફના ચીફ સિક્યોરિટી કમિશનર અતુલ પાઠકે જણાવ્યું હતું. આરપીએફના સ્ટાફની ભરતી માટેની પરીક્ષા લેખિતમાં લેવામાં આવી હતી, જેમાં દેશભરના ૪૦૦ કેન્દ્ર હતા. સંપૂર્ણ ભરતીની પ્રક્રિયા કમ્પ્યુટરાઈઝડ છે, જેમાં મેન્યુઅલ કામગીરીને કોઈ અવકાશ નથી, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x