ગુજરાતરાષ્ટ્રીય

બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ: ૧૧ મેન્ગ્રોવ્ઝ અને ૧૭૭ પક્ષીની જાતિ પર થશે અસર

મુંબઈ:

કેન્દ્ર સરકારના સૌથી મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને કારણે લગભગ ૧૧ મેન્ગ્રોવ્ઝ તથા ૧૭૭ જેટલી પક્ષીની જાતિ પર અસર પડશે. મુંબઈ અને અમદાવાદ વચ્ચેના ૫૦૮ કિલોમીટર વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પાછળ ૧.૧૦ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જેમાં ૧૫૫.૭૬ કિલોમીટરનો વિસ્તાર મહારાષ્ટ્રમાં આવે છે, જ્યારે ૨૩.૫ કિલોમીટરનો વિસ્તાર રાજ્યના કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં આવે છે. મુંબઈ-અમદાવાદ વચ્ચેના હાઈ સ્પીડ રેલવે (એમએએચએસઆર) પ્રોજેક્ટને કારણે ૧૧ મેન્ગ્રોવ્ઝનાં વૃક્ષો તથા રહેવાસી અને સ્થળાંતરિત ૧૭૭ પક્ષીની જાતિ પર અસર થશે, એવું એક રિપોર્ટમાં જણાવાયું હતું.

બુલેટ ટ્રેનની પર્યાવરણ પર થનારી અસર અંગે જૂન, ૨૦૧૮માં મેન્ગ્રોવ્ઝ સોસાયટી ઓફ ઈન્ડિયા (એમએમઆઈ) દ્વારા ૮૫ પાનાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. પર્યાવરણ અને વન મંત્રાલય પાસેથી નેચર કનેક્ટ અને શ્રી એકવિરા આઈ પ્રતિષ્ઠાનના પર્યાવરણવિદ્ોએ આરટીઆઈ મારફત જવાબ મળ્યો હતો. મુંબઈ અને અમદાવાદ વચ્ચેના ૫૦૮ કિલોમીટર અંતર વચ્ચે દોડાવનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પાછળ ૧.૧૦ લાખ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે. ૧૫૫.૭૬ કિલોમીટરનો વિસ્તાર મહારાષ્ટ્ર અને ૨૩.૫ કિલોમીટરનો વિસ્તાર કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં આવે છે. થાણે ખાડીની બંને બાજુએ કુલ ૫.૨ કિલોમીટરના વિસ્તારમાં આવેલા મેન્ગ્રોવ્ઝ નષ્ટ થવાની શક્યતા છે. થાણે, પાલઘર, કોપર ખૈરણે, દિવા, કેવાની, ભિવંડી, વૈતરણાના નદીપટ અને ગુજરાતમાં ભરૂચ (નર્મદા નદી) વગેરે વિસ્તારનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ પર પડનારી વિવિધ અસરના અભ્યાસમાં ખાસ કરીને પૂર, તોફાનમાં થનારા વધારા, દરિયાઈ પ્રદેશનું ધોવાણની બાબતને વણી લેવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x