ગાંધીનગર

ગોબરધન શબ્દને ચરિતાર્થ કરતા વાસણા ચૌધરી ગામના ખેડૂતો

‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત ગામના પાદરે થતા ઉકરડાના ચોક્કસ અને યોગ્ય નિકાલ માટે, ઘરે ઘરે ગોબરધન યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટની શરૂઆત થઈ, અને બાયોગેસ પ્લાન્ટ થકી ગાયના ગોબર અને ગૌમૂત્ર ના ઉપયોગથી રાંધણ ગેસના ઉત્પાદન પછી નીકળતી સ્લરીથી પ્રાકૃતિક કૃષિ માટે સર્વશ્રેષ્ઠ ખાતર બન્યું છે. જે અંગે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાન, વાસણા ચૌધરી ગામના યુવાન ખેડુત પાર્થભાઈ ચૌધરી જણાવે છે કે, ગ્રામ પંચાયત અને સરકારશ્રીની સહાયથી ખૂબ જ નજીવા દરે, વાસણા ચૌધરી ગામના મોટાભાગના ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. અને આ સહુલિયત ઉભી થતા ગામના પાદરે થતા ઉકરડાતો દુર થયાં જ ,સાથે સાથે દર મહિને ગેસના બાટલાનો ખર્ચ પણ શૂન્ય થઈ ગયો. અને દર મહિને 1000 થી 1500ની તો એમજ બચત થવા લાગી, તેમ જણાવતા તેઓ ઉમેરે છે કે, બાયોગેસ પ્લાન્ટ થકી છાણીયું ખાતર લિક્વિડ સ્વરૂપે બહાર આવે છે. જેનો ધીમે ધીમે ખેતીમાં પણ ઉપયોગ કરતા ગામના મોટાભાગના ખેડૂતો હવે પ્રાકૃતિક કૃષિ તરફ પણ પ્રયાણ કરી રહ્યા છે. અને “કચરામાંથી કંચન”આ કહેવતની ચરિતાર્થ કરતા જમીન સુધારણા સાથે મબલખ પાક પણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત એક લાભાર્થી તરીકે તેઓ ઉમેરે છે કે, સરકારની એક સહાય અમને અનેક રીતે મદદરૂપ બની છે. હવે તો વાસણા ચૌધરી ગામના દરેક ઘરમાં લીલા શાકભાજીનો વેસ્ટેજ અને કચરો પણ ગંદકી નથી ફેલાવતો પણ કમ્પોસ્ટ કરી ખાતરમાં પરિવર્તિત થાય છે. આમ સ્વચ્છતા અભિયાન થકી ગામને ઉકરડા મુક્ત બનાવવાની પહેલથી શરુ થયેલી, વાસણા ચૌધરી ગામની સફર આજે પ્રાકૃતિક કૃષિ અભિયાન સાથે જોડાઈ છે, અને ગામને સ્વચ્છ હરિયાળુ બનાવવા સાથે જમીનને પણ ગુણવત્તા યુક્ત બનાવી રહી છે.
સરકારશ્રી દ્વારા આ કામગીરી બદલ ગામના સરપંચ શ્રી ઇશ્વરભાઇ તથા લાભાર્થી પાર્થ ચૌધરી સમગ્ર ગામ વતી, સરકારનો આભાર વ્યક્ત કરે છે અને કહે છે કે, સરકારે ઘણું આપ્યું છે, યોજના સ્વરૂપે, જેનો યોગ્ય ઉપયોગ જીવનને સમૃદ્ધ બનાવવા સાથે મોટા પરિવર્તનો માટે દિશાનિર્દેશક તરીકે પણ મહત્વનો ભાગ ભજવે છે.
ગોબરધન યોજના
આ યોજના 1 નવેમ્બર 2018ના રોજ જળ શક્તિ મંત્રાલય – પેયજલ અને સ્વચ્છતા વિભાગ હેઠળ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગોબરધન યોજનાનો હેતુ કચરામાંથી કંચન એટલે કે ઢોરના છાણ, કૃષિ-અવશેષ અને અન્ય કાર્બનિક કચરાનું બાયોગેસ/સીબીજી/બાયો સીએનજીમાં રૂપાંતર કરવાનો છે. ગોબરધન યોજના હેઠળ કચરાનું અસરકારક રીતે વ્યવસ્થાપન તો થાય જ છે, સાથે નવીનીકરણ ઊર્જા ઉત્પાદનને સમર્થન મળે છે, સ્વચ્છતામાં વધારો થાય છે, ખેડૂતોને આવકનો નવો સ્ત્રોત મળે છે અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિ પાસે બેથી વધુ પશુધન હોવા આવશ્યક છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *