ગુજરાત

પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે પોરબંદરથી સાબરમતી સુધીની 412 કિ.મી. ‘ગાંધી સંદેશ યાત્રા’ નું નેતૃત્વ પરેશ ધાનાણી કરશે

અમદાવાદ :

પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી રાજ્યના બે ઐતિહાસીક સ્થળો મીઠા સત્યાગ્રહ ભૂમિ દાંડી થી સાબરમતી આશ્રમ અને પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ ભૂમિ પોરબંદર થી સાબરમતી આશ્રમ ‘ગાંધી સંદેશ યાત્રા’ યોજાશે. દાંડીથી સાબરમતી આશ્રમ ગાંધી સંદેશયાત્રાનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા તથા પોરબંદર થી સાબરમતી આશ્રમ યાત્રાનું નેતૃત્વ વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણી કરશે. બંન્ને યાત્રાના રૂટ પર કોંગ્રેસપક્ષના વરિષ્ઠ નેતાઓ, સ્વાતંત્ર સેનાનીઓ, ગાંધી વિચારના કાર્યકર્તાઓ, કોંગ્રેસ સંગઠનના પદાધિકારીઓ જોડાશે.

દાંડીથી સાબરમતી આશ્રમ સુધીની ગાંધી સંદેશ યાત્રા ૩૬૮ કિ.મી. અને ૧૦ શહેર (જીલ્લા) માંથી અને પોરબંદર થી સાબરમતી આશ્રમની યાત્રા ૪૧૨ કિ.મી. સાથે ૬ શહેર (જીલ્લા) માંથી પસાર થશે. ‘મારુ જીવન એજ મારો સંદેશ’ ૧૫૦મી ગાંધી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે કોંગ્રેસપક્ષ દ્વારા યોજાનાર ગાંધી સંદેશ યાત્રા અંગે વિસ્તૃત વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીની ઐતિહાસીક મીઠા સત્યાગ્રહ સવિનય કાનુન ભંગની ભુમી દાંડીથી અંગ્રેજોની હકુમત સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું હતું.

ગાંધી વિચાર આધુનિક સમયની માંગ છે તે સમયે અંગ્રેજો સામે ‘અસમાનતા’, ‘શોષણ’, ‘અત્યાચાર’ સહિતના અનેક મુદ્દે. ‘જન આંદોલન’ કરી દેશને ગુલામીમાંથી મુક્ત કરી આઝાદ હિંદુસ્તાનની સ્થાપના કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી ભારત અને રાજ્યના શાસકો ગાંધીજીની વિચારધારાને ખતમ કરી ગોડસેની વિચારધારા થોપવાના પ્રયત્નો થઈ રહ્યો છે. અંગ્રેજોના શાસન દરમિયાન શિક્ષણ મોંઘુ, બેરોજગારી આસમાને અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ, અસમાનતા, અસહિષ્ણુતા, આકરા કરવેરા, આ શાસનની ઓળખ હતી. આજનુ શાસન અંગ્રેજોના શાસનને શરમાવે તેવો અત્યાચાર કરી રહ્યા છે.

જમીન સંપાદનનો કાયદો, સિંચાઈનો કાયદો, નવો મોટર વ્હીકલ એક્ટ, ભ્રષ્ટાચાર, શોષણ ગાંધી અસમાનતા, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીંગના નામે શોષણ. સહિતના મુદ્દે છેવાડાના માનવીના કલ્યાણ ગાંધીના વિચાર સાથે ફરીથી ગાંધીના ગુજરાતમાંથી જનતા માટે ફરી આઝાદીની એજ લડત લડવામાં આવશે.

૨૭ સપ્ટેમ્બરથી શરૂ થતી યાત્રા દરમ્યાન પ્રભાત ફેરી, ગાંધી વિચારના સંવાદ, શ્રમદાન, સફાઈ કામ, સામાજીક અસ્પૃશ્યતા નિવારણ તથા કોંગ્રેસ સંગઠનના કાર્યક્રમો યોજાશે. શાળા કોલેજોમાં ગાંધી જીવન સંદેશ પર વાર્તાલાપ યોજાશે. ગાંધી સંદેશ યાત્રાના ૨જી ઓક્ટોબરના સમાપન કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સાબરમતીની ૮ કિ.મી.ની પદયાત્રા યોજાશે. પદયાત્રા પૂર્ણ થયા બાદ સાબરમતી આશ્રમ ખાતે સાંજે પ્રાથના સભા યોજાશે.

‘ગાંધી સંદેશ યાત્રા’માં જોડાવા માટે રાષ્ટ્રિય નેતાઓને આમંત્રણ અપાયું છે. ‘ગાંધી સંદેશ યાત્રા’ નિમિત્તે પ્રજાને નવી મોટર વ્હિકલ એક્ટની જંગલી જોગવાઈ સામે પ્રજાને ન્યાય મળે તે માટે યાત્રા દરમ્યાન ‘સવિનય કાનૂન ભંગ’ કરાશે એવું કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો મનીષ એમ. દોશી એ જણાવ્યું હતું

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x