રાષ્ટ્રીય

દિલ્હીમાં 24 રૂ કિલો મળશે ડુંગળી, કેજરીવાલે કરી રાહત આપવાની જાહેરાત

દિલ્હી :

ડુંગળી એક વખત ફરી લોકોને રોવડાવી રહી છે. તેનાં વધતાં ભાવથી સામાન્ય જનતા પરેશાન છે. દેશમાં અલગ અલગ જગ્યાએ હાલમાં ડુંગળીનાં ભાવ 60થી 80 રૂપિયે કિલોગ્રામ છે. ગુજરાતમાં આ ભાવ 60 રૂપિયે કિલો છે.  અને દિલ્હીમાં આ ભાવ 70થી 80 રૂપિયે કિલો છે

ડુંગળી ગ્રુહિણીઓ માટે રસોઇમાં વપરાતો અહમ પદાર્થ છે. એવામાં તેનાં વધતાં ભાવથી સરકાર પણ ચિંતિત છે. તેને કારણે જ તેની વધતી કિંમતો પર કાબૂ મેળવવા માટે તે પ્રયાસ કરી રહી છે. હાલમાં દિલ્હીમાં જનતાનો મૂડ ન બગડે તે માટે દિલ્હીની કેજરીવાલ સરકારે રાશનની દુકાનો, મોબાઇલ વાન દ્વારા સસ્તી ડુંગળી વેંચવાનો નિર્ણય કર્યો છે.

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, તેમની સરકારી રાશનની દુકાનોઅને મોબાઇલ વાનો દ્વારા સસ્તી ડુંગળી વેચવામાં આવશે. તેમણે કહ્યું કે, સરકાર ડુંગળીની ખરીદી કરી રહી છે અને તેને સસ્તા ભાવે પણ વેંચશે. આ સસ્તી ડુંગળીનું વેચાણ દસ દિવસમાં શરૂ થઇ જવાની આશા છે. ડુંગળીનો ભાવ 24 રૂપિયે કિલો રાખવામાં આવશે. સરકાર ડુંગળીનાં વેચાણ ઉચિત દરે દુકાો અને મોબાઇલ વાન દ્વારા કરશે.

સોર્સિસ મુજબ, ભારે વરસાદને કારણે ડુંગળીનો પાક પ્રભાવિત થયો છે. જેને કારણે તેનાં ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ડુંગળીનાં પ્રમુખ ઉત્પાદક ક્ષેત્રો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત અને પૂર્વ રાજસ્થાન તેમજ પશ્ચિમી મધ્ય પ્રદેશ છે. ત્યાં ભારે વરસાદને કારણે ડુંગળીનાં પાકને નુક્સાન થયું છે.

વેપારીઓનું કહેવું છે કે, દેશનાં મોટાભાગનાં હિસ્સામાં હાલમાં સ્ટોકમાં હોય તે ડુંગળી વેચાઇ રહી છે. જ્યારે આ વખતનો પાક નવેમ્બર મહિનામાં બજારમાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x