NIDનો 45મો દીક્ષાંત સમારોહ NID ગાંધીનગર કેમ્પસ ખાતે યોજાયો
અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)નો 45મો દીક્ષાંત સમારોહ તા. 22 જાન્યુઆરી, 2025 ના રોજ NID ગાંધીનગર કેમ્પસ ખાતે યોજાયો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના અધ્યક્ષ ડૉ. વી. નારાયણન મુખ્ય અતિથિ તરીકે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતાં અને સ્નાતક વિદ્યાર્થીઓને દીક્ષાંત સંબોધન સંદેશ પણ પાઠવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે,આ દીક્ષાંત સમારોહ સ્નાતક વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે. કારણ કે, વિધાર્થિઓ અહીંથી ડિઝાઇન ક્ષેત્રમાં તેમની વ્યાવસાયિક યાત્રા શરૂ કરે છે, અને વૈશ્વિક ડિઝાઇન લેન્ડસ્કેપ પર નોંધપાત્ર ફાળો આપવા જઈ રહ્યા છે.
‘ઇમેજિનેશન ટુ ઇમ્પેક્ટ’ થીમ પર ઉજવાઈ રહેલ આ દીક્ષાંત સમારોહ NID ના સંસ્થાકીય મિશનના સારને દર્શાવે છે,જે પરિવર્તનની શક્તિશાળી પ્રક્રિયા, અમૂર્ત વિચારને મૂર્ત વાસ્તવિકતામાં ફેરવવાની અને ડિઝાઇનને એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે જોવાની દિશા અર્પે છે. અને વ્યક્તિગત કથાઓને સામૂહિક પ્રભાવમાં પરિવર્તિત કરે છે. વૃક્ષ એક જીવંત સંગ્રહ છે, એક વિકસિત અસ્તિત્વ છે જે જીવન માટે ઉત્સાહ અને આત્મનિર્ભર ભવિષ્ય માટે નિર્દેશિત વિકાસનું પ્રતીક છે. વૃક્ષ સમુદાય અને પરસ્પર જોડાણ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. સાંસ્કૃતિક રીતે, વૃક્ષ જ્ઞાનનું પણ પ્રતીક છે, કારણ કે ઋષિઓએ જંગલોમાં અથવા વૃક્ષો નીચે તેમના વિદ્યાર્થીઓને જ્ઞાનની ચેતના આપી હતી અને આ કથાઓને વાસ્તવિકતાઓમાં રૂપાંતરિત થતી જોનારા આ વૃક્ષો સાક્ષીઓ છે.
જેમ એક નાના બીજમાંથી એક મહાકાય વૃક્ષ બનવાની ક્ષમતા હોય છે, તેવી જ રીતે ઘણીવાર પ્રભાવશાળી વાસ્તવિકતાઓમાં પોતાને પ્રગટ કરવા માટે ફક્ત એક નાના વિચારની જરૂર પડે છે. તેજ રીતે NID એક શિખાઉ માણસને કુશળ યુવાન ડિઝાઇનરમાં રૂપાંતરિત કરવા માટે પ્રેરણાસ્ત્રોત તરીકે કાર્ય કરે છે, આ દીક્ષાંત સમારોહ આ ખાસ ક્ષણને નિદર્શિત કરે છે.
સવિશેષ આ ઉજવણીના ભાગ રૂપે, સ્નાતક વિદ્યાર્થીઓના ડિઝાઇન સંશોધનો અને સર્જનાત્મક કાર્યોને મુખ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ દીક્ષાંત સમારોહમાં સ્નાતકો દ્વારા પ્રદર્શન રજૂ કરવામાં આવ્યુ છે.જે 23 જાન્યુઆરી, 2026 થી 25 જાન્યુઆરી, 2026 સુધી NID ગાંધીનગર કેમ્પસ ખાતે જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. આ પ્રદર્શન મુલાકાતીઓને કોમ્યુનિકેશન ડિઝાઇન, ઔદ્યોગિક ડિઝાઇન, ટેક્સટાઇલ, એપેરલ અને લાઇફસ્ટાઇલ એસેસરી ડિઝાઇન, ઇન્ફર્મેશન ટેકનોલોજી ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ અને ઇન્ટર-ડિસિપ્લિનરી ડિઝાઇન સ્ટડીઝ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા નવીન પ્રોજેક્ટ્સ અને ડિઝાઇન સોલ્યુશન્સ વિશે સમજ આપશે.
ઉલ્લેખનિય છે કે,NID ગાંધીનગરમાં 45માં કોન્વોકેશન કાર્યક્રમ અંતર્ગત 543 વિધાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા.જેમાં દેશના તમામ ઝોનના વિધાર્થીઓનો સમાવેશ થયો હતો. પ્રાઈડ ઓફ NID એવોર્ડ અંતર્ગત 2 વિધાર્થીઓને વિશેષ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત ડો. અશોક મંડલ, ડાયરેક્ટર, NID સાથે ઈસરોના સાયન્ટિસ્ટ ડી,કે સિંઘ અને ચેરપર્સન પ્રવીણ માતરો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.
ડિગ્રી અને સ્નાતકો અંગે વિગતવાર માહિતી
*આ વર્ષે, ડિઝાઇનના વિવિધ ક્ષેત્રોમાં 543 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી.
• ૦૧ વિદ્વાનને પીએચ.ડી. ની ડિગ્રી આપવામાં આવી.
• ૩૫૫ વિદ્યાર્થીઓ માસ્ટર ઓફ ડિઝાઇન પ્રોગ્રામ (એમ.ડેસ.) માંથી સ્નાતક થયા.
• ૧૮૭ વિદ્યાર્થીઓ બેચલર ઓફ ડિઝાઇન પ્રોગ્રામ (બી.ડેસ.) માંથી સ્નાતક થયા

