આયુર્વેદિક ઉદ્યાનમાંથી ચંદનનાં 4 વૃક્ષોની ચોરી
ગાંધીનગરનાં માર્ગ પાસે મુખ્યમંત્રી તથા રાજયપાલનાં નિવાસ સ્થાન રાજભવનને અડીને આવેલા જવાહરલાલ આયુર્વેદીક ઔષધીય વનસ્પતી ઉદ્યાનની દિવાલની ફેન્સીગ કાપીને ચંદનચોરો ઘુસણખોરી કરી કિંમતી ચંદનનાં 4 વૃક્ષો કાપી ગયાની ઘટના સામે આવી છે. ઉદ્યાન તંત્ર દ્વારા અંગે સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે દિશામાં તપાસ હાથ ધરી છે.
રાજયભવન પાસેથી બોરીજ ગામે જતા માર્ગ પર આવેલો જવાહરલાલ નહેરૂ આયુર્વેદીક ઔષધીય ઉદ્યાન કેન્દ્ર સરકાર દ્વારા સંચાલીત છે. 30 એકરમાં ફેલાયેલા ઉદ્યાનમાં વિવિધ ઔષધીય રોષા, છોડ તથા ઝાડ આવેલા છે. મુલ્યાવાન ઔષધીય પાર્કમાં ચંદનનાં વૃક્ષોની સંખ્યા પણ મોટી હોવાનાં કારણે ચંદનચોરો માટે ખજાનાં સમાન છે. જેના કારણે સમયાંતરે ઉદ્યાનમાંથી ચંદનનાં ઝાડ કાપી જવાનાં બનાવો પણ સામે આવતા રહે છે. ત્યારે ગત તા 5મી ઓગષ્ટની રાત્રે પુર્વ તરફની દિવાલ પરની તારની ફેન્સીંગ તોડીને ઘુસેલા તસ્કરો ચંદનનાં 4 વૃક્ષો કાપી દિવાલ પાર કરીને નાસી ગયા હતા. જેની જાણ સવારે થતા ગાર્ડનનાં સુપરવાઇઝર કનુભાઇ શંભુભાઇ યોગી દ્રારા રૂ. 65 હજારની કિંમતનાં ચંદનનાં વૃક્ષો ચોરી જનાર અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધીનેપીઆઇ મીની જોસેફ દ્વારા પીએસઆઇ ટી બી પંડ્યાને તપાસ સોંપાઇ છે.
આયુર્વેદીક ઔષધીય ઉદ્યાનની દિવાલ પરનું ફેન્સીંગ કાપીને ચંદનચોરો ચંદનનાં 4 વૃક્ષોની તસ્કરી કરી ગયા હતા.