તંત્રના પાપે ઓપરેશન થીયેટર 10 દિવસથી બંધ
સિવિલહોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ ખુબ વધી ગયો છે. આઠ માળની ઇન્ડોર બિલ્ડીંગમાં દર્દીઓને રાખી સારવાર કરાય છે. જ્યારે ઓપરેશન પણ આજ બિલ્ડીંગમાં કરવામાં આવે છે. ત્યારે બીજા માળે આવેલા આંખ વિભાગના ઓપરેશન થિયેટરમાં ઉંદરોએ વાયરો કાંપી નાખતા 10 દિવસથી ઓપરેશન બંધ કરવાની ફરજ પડી છે. 70થી વધુ દર્દીના ઓપરેશનની તારીખ બદલવાની ફરજ પડી છે. હજુ પણ થિયેટરમાં કામ પૂર્ણ થયુ નથી, ત્યારે ઝડપથી ઓપરેશન શરુ કરાય તેવી દર્દીઓએ માંગ ઉઠી છે.
ગાંધીનગર સિવિલની કાયાપલટ કર્યા પછી સારવાર કરાવવા આવનાર દર્દીઓની સંખ્યામાં ખુબ વધારો થયો છે. રોજના 1500થી વધુ દર્દીઓ ઓપિડીમાં સારવાર કરાવવા આવે છે. પરંતુ થોડા સમયથી સિવિલમા ઉંદરોના ત્રાસના કારણે દર્દીઓ અને સ્ટાફને હાલાકી ભોગવવી પડી રહી છે. ઇનડોર બિલ્ડીંગમાં બીજા માળે આવેલા આંખ વિભાગમાં 10 દિવસ પહેલા ઉંદરોએ ઓપરેશન મશીનના કેટલાક વાયરો કાંપી નાખતા ઓપરેશન બંધ કરવાની ફરજ પડી છે. દર્દીઓને તો ‘પાડાના વાંકે પખાલીને ડામ’ જેવી સ્થિતિ થઇ છે.
ઓપરેશન થિયેટરમાં ઉંદરોએ વાયર કાંપી નાખતા ઓપરેશન બંધ કર્યા છે. દર્દીઓના ઓપરેશન કરતા પહેલા સંપૂર્ણ રીતે બંધ હોવુ જોઇએ. પરંતુ હાલમાં દિવાલો ખુલ્લી વે. વાયર લગાવ્યા તે લાઇનો પણ ખુલ્લી પડી રહી છે. જો બંધ કર્યા પહેલા કામગીરી કરાયો તો દર્દનુ ઓપરેશન ફેલ થવાની શક્યતા રહે છે. પરિણામે હાલમાં ઓપરેશન બંધ રાખવા પડ્યા છે. છેલ્લા દસ દિવસમાં 70થી વધુ દર્દીનોના ઓપરેશનની તારીખમાં ફેરફાર કરાયો છે. જેમાં મોતિયા તથા ઝામરની બિમારી વાળા દર્દીઓને થિયેટર બિલકુલ યોગ્ય થઇ જાય પછી રાખવામાં આવ્યા છે. ઉંદરોના ત્રાસના કારણે ગરીબ દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે. જ્યારે થોડી દિવાલોની કામગીરી કરનાર વિભાગની પણ બેદરકારી જોવા મળી રહી છે. જો કે દર્દીઓ તો ઓપરેશન થિયેટર ચાલુ થાય તેની કાગ ડોળે રાહ જોઇ રહ્યા છે.
BAPS સંસ્થાનના વડા પ્રમુખ સ્વામી મહારાજે શનિવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારે તેમના નશ્વર દેહના બુધવારે બપોરે મંદિરના પ્રાંગણમાં શ્રી હરિ અને યોગી મહારાજની સાક્ષીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુરુજનના દેહના અંતિમ ક્ષણના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો, સંતો, નેતાઓ સાળંગપુર આવી પહોંચ્યા હતા. સંતો અને હરિભક્તાેની હાજરીમાં પાલખીમાં પ્રમુખ સ્વામીની અંતિમ યાત્રા નીકળી હતી. સંતગણે બાપાને મુખાગ્નિ આપી તે સમયે ઉપસ્થિક સૌ કોઇની આંખમાં અશ્રુધારા વહેવા લાગી હતી.
કલોલ તાલુકાના બોરીસણામાં બનેલી ઘટનાથી ગામમાં શોક
માઇક્રોબાયોલોજી વિભાગની મંજુરી બાદ ઓપરેશન શરૂ કરાશે
^ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આંખની ઓટી હાલમાં બંધ છે. દર્દીઓના આંખના ઓપરેશન કરવા માટે બેક્ટેરિયા મુક્ત થિયેટરને કરવુ પડે .જેનું કામ શરૂ કરવામાં આવ્યું હતુ અને હાલમાં વિભાગનું કામ પૂર્ણ થવા આવ્યું છે. માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા ઓપરેશન શરૂ કરવાની મંજુરી આપ્યા બાદ શરૂ કરી દેવાશે.