ભૂમાફિયાઓએ જમીન પચાવી, ખેડૂતે CM પાસે માંગ્યું ઇચ્છા મૃત્યુ.
ગાંધીનગરઃ
દસક્રોઇના મુઠીયા ગામના ખેડૂતે ન્યાય ન મળતા મુખ્યમંત્રી (chief minister) સમક્ષ ઈચ્છા મૃત્યુની માગ કરતી હતી. આજે ખેડૂત દ્વારા ઇચ્છામૃત્યુની અરજી મુખ્ય મંત્રી કાર્યાલય (CMO) ખાતે આપવામાં આવી છે. દસક્રોઇ તાલુકાના મુઠીયાગામના રામાજી બેચરાજી ઠાકોર નામના ખેડૂત સાથે ભૂમાફિયાઓ દ્વારા જમીન પચાવી પાડવામાં આવી છે. અનેક સરકારી કચેરીના ચક્કર માર્યા હોવા છતાં હજુ પણ ન્યાય ન મળતા મુખ્યમંત્રી સમક્ષ ઈચ્છા મૃત્યુની (euthanasia) માગ કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાના (Ahmedabad district) દસક્રોઈ તાલુકાના એક ખેડૂત દ્વારા આજે મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર (Gandhinagar) ખાતે ઈચ્છા મુત્યુ માટેની એક અરજી કરવામાં આવી છે. મુઠીયાગામના 72 વર્ષેના રામજી બેચરજી ઠાકોર નામના ખેડૂતની જમીન એ ઉદય ઓટોલીક પ્રા.લિમિટેડ કંપનીના મલિક ઉદય દીનેશચંદ્ર ભટ્ટ, અને ગેલેક્સી લેઝર લિમિટેડ કંપનીના મલિક હેમાંગ ઉદયભાઈ ભટ્ટ પર જમીન પચાવી પાડવાના આક્ષેપ સાથે મુખ્ય મંત્રી સમક્ષ ન્યાય માટે અરજી કરી છે.
ઈચ્છા મુત્યુ મામલે રામજી ઠાકોરે જણાવ્યું હતું કે તેના પરિવાર માટે જીવન ગુજરાન માટે માત્ર જમીનનો જ એક સહારો હતો. 72 વર્ષે ઉંમરે પણ તેમને હવે પોતાની જ જમીનના ન્યાય માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. તાલુકા,જિલ્લા અને રાજ્યના અનેક અધિકારી ઓ ને રજૂઆત કર્યા હોવા છતાં હજુ સુધી ન્યાય મળ્યો નથી.
ઉદય ઓટોલીક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મલિક ઉદય દીનેશચંદ્ર ભટ્ટ, અને ગેલેક્સી લેઝર લિમિટેડ કંપનીના મલિક હેમાંગ ઉદયભાઈ ભટ્ટે મારી એક જમીન સાથે અન્ય ચાર જમીનના ખોટા દસ્તાવેજ કરી જમીન પચાવી પડી છે. હવે જો મુખ્ય મંત્રી દ્વારા ન્યાય નહીં આપવામાં આવે તો હું ઈચ્છા મુત્યુની માગ કરું છું.
દસક્રોઇ તાલુકાના મુઠીયાગામના રામાજી બેચરાજી ઠાકોર નામના ખેડૂત સાથે ભૂમાફિયાઓ દ્વારા જમીન પચાવી પાડવામાં આવી છે. અનેક સરકારી કચેરીના ચક્કર માર્યા હોવા છતાં હજુ પણ ન્યાય મળ્યો નથી.
રાજ્યમાં અનેક જમીન માફિયાઓ દ્વારા ખેડૂતોની જમીન પચાવી પડાવમાં આવે છે. અનેક ખેડૂતોને આ પ્રકારે સરકાર સમક્ષ ઈચ્છા મુત્યુની મેગ કરવી પડે છે. ત્યારે રાજ્યની રૂપાણી સરકાર આ મામલાની તપાસ કરાવી ખેડૂતને યોગ્ય ન્યાય આપે.