ગુજરાત

શંકરસિંહ વાઘેલા ‘બાપુ’ની પાર્ટીના ઉમેદવાર પાસેથી મળ્યું કરોડો રૂપિયાનું ડ્રગ્સ.

અમદાવાદ:

ગુજરાતના વરિષ્ઠ રાજનેતા શંકરસિંહ વાઘેલા ‘બાપુ’ની પાર્ટી જનવિકલ્પના ઉમેદવાર રહેલા તેજાબવાલા શેહજાદ હુસૈનને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે SG હાઈવે પર આવેલ એક ટ્રાવેલ્સના લક્ઝરી બસના ડ્રાઈવર પાસેથી કુરિયરમાં દોઢ કરોડનું એમડી ડ્રગ્સ લેતા ઝડપી પાડ્યો છે. શેહજાદ મુસ્લિમ વિસ્તારોમાં અગ્રણી સામાજિક કાર્યકર્તા તરીકે સક્રિય છે અને 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનવિકલ્પ પાર્ટી તરફથી જમાલપુર-ખાડિયા બેઠક પરથી ઉમેદવાર હતો.

અમદાવાદના પોશ વિસ્તારમાં વસતા યુવાધનોમાં અને નેશનલ ઇન્સ્ટિટ્યુટોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એમ.ડી. ડ્રગ્સનો ક્રેઝ વધી રહ્યો છે. મુંબઇ અને ગોવા બાદ અમદાવાદ શહેર એમડી ડ્રગ્સના કેન્દ્ર તરીકે વિકસી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અમદાવાદમાં નારકોટિક્સ, ATS અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગત એક વર્ષ દરમિયાન ગાંજો, ચરસ, એમડી જેવા નશીલા પદાર્થોનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

હાલમાં ક્રાઇમ બ્રાન્ચે 1.46 કરોડની કિંમતનું કુલ 1.46 કિલો એમડી ડ્રગ્સ (મેથા એમફેટામાઇન ડ્રગ્સ)ના જથ્થા સાથે ડ્રગ્સ ડિલર સહિત 4 શખ્સોની ધરપકડ કરી હતી. હવે આ કેસમાં વધુ ચોંકાવનારી વિગતો તેમજ તટસ્થ તપાસ થતાં રાજનીતિક સંડોવણી સામે આવે તેવી સંભાવના છે.

ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે તેજાબવાલા શેહજાદ હુસૈનની ધરપકડ કરતાં રાજનીતિક ઉથલપાથલ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. શેહજાદ કદ્દાવર નેતા શંકરસિંહ વાઘેલા સાથે નિકટના સબંધ ધરાવતો હોવાના કારણે જમાલપુર-ખાડિયા બેઠકની ટિકિટ આપવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. આધારભૂત સુત્રો અનુસાર, બાપુ અને શહેજાદ વચ્ચે ઘણા સમયથી નિકટના સબંધો રહ્યા છે. જેના કારણે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ 2017માં જનવિકલ્પ પાર્ટીના ઉમેદવાર તરીકે તેજાબવાલા શેહજાદ હુસૈનને ટિકિટ આપવામાં આવી હતી. જો કે આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાનો વિજય થયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x