જાણો બૅન્ક ડૂબી જાય કે બંધ થઈ જાય તો તમારા જમા પૈસા મળશે કે નહી ? – Manzil News

જાણો બૅન્ક ડૂબી જાય કે બંધ થઈ જાય તો તમારા જમા પૈસા મળશે કે નહી ?

ન્યુ દિલ્હી :

રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા તરફથી પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બૅન્કના કામકાજ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ બૅન્કની નાણાકીય અનિયમિતતાઓના કારણે લગાવવામાં આવ્યો છે. પ્રતિબંધ પછી આ બૅન્કના ગ્રાહકો 6 મહિનામાં પોતાના એકાઉન્ટમાંથી 10 હજાર રૂપિયાથી વધારે ઉપાડી શકતા નથી. ત્યારે આપણે પણ તેનાથી શીખ લેવાની જરૂરિયાત છે. ત્યારે તમે જાણી લો કે જો બૅન્ક પર પ્રતિબંધ લાગે અને બંધ થઈ જાય તો પૈસા આપણને પાછા મળે છે કે નહી?

સરકારી બૅન્ક, પ્રાઈવેટ બૅન્ક, વિદેશી કે કો-ઓપરેટિવ બૅન્કમાં જમા પૈસા પર સિક્યોરિટી ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC) તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેના માટે બૅન્ક પ્રીમિયમ ભરે છે. તમારા બૅન્ક એકાઉન્ટમાં કેટલી પણ રકમ જમા હોય, ગેરન્ટી માત્ર 1 લાખ રૂપિયા સુધીની હોય છે. તેમાં મૂડી અને વ્યાજ બંને સામેલ છે.

જો તમારૂ કોઈ એક બૅન્કમાં એકથી વધારે એકાઉન્ટ અને FD વગેરે છે તો પણ બૅન્કના ડિફોલ્ટર થવા પર કે ડૂબી ગયા પછી તમને 1 લાખ રૂપિયા જ મળવાની ગેરન્ટી છે. આ રકમ કેવી રીતે મળશે, તે ગાઈડલાઈન્સ DICGC નક્કી કરે છે.

આ રીતે સુરક્ષિત રહેશે પૈસા

1. કો-ઓપરેટિવ બૅન્ક

કો-ઓપરેટિવ બૅન્ક તરફથી વધારે વ્યાજ મળવાના કારણે લોકો આકર્ષિત થાય છે. કો-ઓપરેટિવ બૅન્ક સેવિંગ, FD જેવી યોજનાઓ પર અન્ય બૅન્કો કરતા વધારે વ્યાજ આપે છે. ત્યારે કો-ઓપરેટિવ બૅન્કમાં જઈ તમે પૂછી શકો છો કે કો-ઓપરેટિવ બૅન્ક બીજી બૅન્કોની તુલનામાં વધારે વ્યાજ કેમ આપી રહ્યું છે અથવા તમે કો-ઓપરેટિવ બૅન્કની વેબસાઈટ પણ ચેક કરી શકો છો.

કો-ઓપરેટિવ બૅન્ક જ્યાં પૈસા ઈન્વેસ્ટ કરી રહી છે. તે કંપનીઓની પણ તપાસ કરી લેવી જોઈએ કે માર્કેટમાં તેમની શું સ્થિતી છે. તે નફામાં ચાલી રહી છે કે નુકસાનમાં તે તપાસ કરવી જોઈએ. ત્યારે સારૂ એ રહેશે કે સરકારી બૅન્કોમાં પોતાના પૈસા જમા કરો, બની શકે કે સરકારી બૅન્કમાં તમને વ્યાજદર ઓછુ મળે પણ કો-ઓપરેટિવ બૅન્કોની તુલનામાં ત્યાં પૈસા સુરક્ષિત રહેવાનો ખુબ વધારે ચાન્સ હોય છે.

2 રોકાણના બીજા રસ્તાઓ

જીવનમાં થોડુ રિસ્ક ઉઠાવો, તમે બૅન્કમાં FD કે કોઈ બીજી જગ્યાએ જો રોકાણ કર્યુ છે, તેને SIP દ્વારા ઈક્વિટી શેર માર્કેટ, મ્યૂચ્યુલ ફંડ વગેરેમાં રોકાણ કરો, થોડા સમય માટે પૈસા ફસાઈ જશે પણ લોન્ગ ટર્મ માટે આ રોકાણ FD કે અન્ય રોકાણોની તુલનામાં ફાયદાનો સોદો પણ સાબિત થઈ શકે છે.

3. આ સાવધાની રાખો

તમારી પુરી બચત ક્યારેય પણ એક જ બૅન્ક કે તેની અલગ-અલગ બ્રાન્ચમાં ના રાખો, બૅન્ક ડૂબવાની સ્થિતીમાં એક બૅન્કના તમામ એકાઉન્ટ એક જ માનવામાં આવે છે. ત્યારે સારૂ એ છે કે સેવિંગ્સ કે કરન્ટ એકાઉન્ટ, FD કે બીજી બચત અલગ અલગ બૅન્કોના એકાઉન્ટમાં રાખો.

જો તમારૂ કોઈ બૅન્કમાં તમારા નામથી વ્યક્તિગત એકાઉન્ટ અને કોઈ બીજી વ્યક્તિની સાથે તેમાં જોઈન્ટ એકાઉન્ટ પણ છે, ત્યારે પણ બૅન્ક ડૂબવાની સ્થિતીમાં તમને 2 લાખ જ મળશે. તેના માટે જરૂરી છે કે જોઈન્ટ એકાઉન્ટમાં પ્રથમ નામ બીજા વ્યક્તિનું હોવું જોઈએ.

ભારતમાં અત્યાર સુધી એવી સ્થિતી આવી નથી કે બૅન્ક ડૂબી હોય, જો કોઈ બૅન્કને મુશ્કેલી હોય છે તો તે બૅન્કને કોઈ બીજી બૅન્કમાં મર્જ કરી દેવામાં આવે છે. આ પ્રકારે તેને નવી જીંદગી મળી જાય છે અને ગ્રાહક સુરક્ષિત રહે છે, કારણ કે ત્યારે નવી બૅન્ક ગ્રાહકોના પૈસાની જવાબાદરી લઈ લે છે.

જો તમારા પૈસા પોસ્ટ ઓફિસમાં જમા છે તો તે પૂરી રીતે સુરક્ષિત રહે છે. પોસ્ટ ઓફિસમાં તમારા જમા પૈસાના એક-એક પૈસા પર સરકાર ગેરન્ટી આપે છે. સરકાર પોસ્ટ ઓફિસની યોજનાઓમાં જમા પૈસાનો ઉપયોગ પોતાના કામ માટે કરે છે. તેથી તે પૈસા પર પૂરી ગેરન્ટી આપવામાં આવે છે. ત્યારે બૅન્કોમાં જમા પૈસાને CRR અને SLRમાં લગાવવામાં આવે છે અને બાકી રકમને સામાન્ય લોકો કે કોર્પોરેટને લોન આપવામાં આવે છે. લોનથી મળતા વ્યાજથી બૅન્ક પોતાનો બિઝનેસ વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *