પ્રધાનમંત્રી મોદીએ ભાજપાના નવા કાર્યાલયનું ખાતમુહુર્ત કર્યું
નવી દિલ્હી,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું ખાતમુહુર્ત કર્યું તે વખતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા હતા. ભૂમિ પૂજન કર્યાબાદ કાર્યકર્તાઓ અને ઓફિસ સ્ટાફને સંબોધન કરતા તેમણે કહ્યું કે છેલ્લી કેટલીય પેઢીઓથી પાર્ટીના કાર્યકર્તાઓના બલિદાન અમને કાર્ય કરવા પ્રેરિત કરતા આવ્યા છે. તેમણે કહ્યું કે નવું કાર્યાલય એક બિલ્ડિંગ અથવા માળખું માત્ર નથી પણ પાર્ટીના નેતાઓના બલિદાનનું પ્રતિક છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આપણો દ્રઢ સંકલ્પ છે કે આપણે બધાને સાથે લઈને ચાલે અને બધાનું કામ કરે. રાષ્ટ્રનું નિર્માણ એ જ આપણી પ્રાથમિકતા છે.
તેમણે કહ્યું કે ભાજપા ના નેતૃત્વની સોચ હમેશા સ્પષ્ઠ રહી છે કે આપણે ભલે વિપક્ષમાં રહીએ પણ આપણા આદર્શો સાથે કયારેય સમજુતી નહિ કરીએ. તે વખતે તેમણે રિયો ઓલમ્પિકમાં કાંસ્ય પદક જીતવાવાળી સાક્ષી મલિકને અભિનંદન પણ આપ્યા.તેમણે કહ્યું કે બેટી સાક્ષીએ નવું સમ્માન આપ્યું છે. દેશની બેટીએ રક્ષાબંધનના અવસરે તિરંગા માટે નવી તાકાત અને સન્માન પ્રાપ્ત કર્યું છે. તેને ખુબ ખુબ અભિનંદન…ભૂમિ પૂજનના અવસરે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી, પરિવહન અને શિપિંગ પ્રધાન, શહેરી વિકાસ પ્રધાન એમ.
વેંકૈયા નાયડુ, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન ડો.હર્ષવર્ધન હાજર હતા. બે એકરમાં ફેલાયેલા આ કાર્યાલય દિન દયાળ માર્ગ ઉપર બનાવવામાં આવશે. આ નવા કાર્યાલયમાં ૭૦ રૂમો હશે અને તેને બનતા બે વર્ષ લાગશે.