ગુજરાત

રાજ્યમાં આરટીઓની કાળી કમાણીનો આવશે અંત !! સરકારે શું કર્યો નિર્ણય..

ગાંધીનગર :

ગુજરાત સરકારે આજે રાજ્યમાં આવેલી તમામ 16 ચેકપોસ્ટોને નાબુદ કરવાનો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે રાજ્યમાં 25 નવેમ્બરથી રાજ્યની 16 ચેકપોસ્ટ નાબુદ થઈ જશે. ITIમાંથી ઓનલાઈન લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે. વાહનચાલકોને હવે RTO જવાની જરૂર નહીં પડે. 221 ITI અને 29 પોલિટેકનિકમાં સુવિધા ઉભી કરાઈ છે. ઓનલાઈનમાં 7 સેવાઓનો ઉમેરો કરવામાં આવ્યો. શહેર અને ગામના 8 લાખ લોકોને ફાયદો થશે. વાહનચાલકોને હવે RTO જવાની જરૂર નહીં પડે. 40 લાખથી વધુ વાહનચાલકોને ફાયદો થશે. ચેકપોસ્ટ પરથી ફી અને કર વસૂલવાની કામગીરી બંધ કરવામાં આવી છે. 2010થી અત્યાર સુધીનો વાહનચાલકોનો ડેટા ઓનલાઈન મેળવી શકાશે.

તેઓએ જણાવ્યું છે કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વધુ સરળતા આવે અને લોકોની સમસ્યાનો અંત આવે તેવા ઉમદા હેતુથી આવો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વર્ષે ચેકપોસ્ટ ઉપર કર અને ફીની ચુકવણી આવક 332 કરોડની હતી. જે હવે ઓનલાઇન સ્વીકારવામાં આવશે. ડિમેન્શન કાર્ગો માટે વાહન અને માલની એક્ઝામસનની જોગવાઈ કરવામાં આવી છે. પરવાનગી ફક્ત વાહનના માપ અને માલના ઓવર ડિમેન્સન પૂરતી જ છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડિસી મોડલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે. ઓડિસી મોડેલ પર કોઈપણ વાહન માલિક અને માલ સંબંધિત ફ્રી તથા કર ભરીને મુક્તિ મેળવી ન હોય તેમજ માલ અને વાહન સંબંધિત ખોટી માહિતી આપશે તો બમણો દંડ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા વસૂલવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે 20મી નવેમ્બરથી તમામ ચેકપોસ્ટ પર કર અને ફી વસુલાતની કામગીરી બંધ થશે વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો કર અને ફી ની ચુકવણી ઓનલાઇન કરી શકશે. જો કે જેમની પાસે ઓનલાઈનની વ્યવસ્થા નથી તેઓ ઓફલાઈન પણ ફી ની ચુકવણી કરી શકશે. જેના માટે નજીકમાં આવેલી આરટીઓ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. ચેક પોસ્ટ નાબૂદ થવાથી ભ્રષ્ટાચાર કઈ રીતે દૂર થઇ શકશે તેવા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે દર વર્ષે ચેકપોસ્ટો પર 90 લાખથી વધુ મોટા વાહનોની અવરજવર થાય છે. જેને કારણે સમય બગડે છે અને લાઈનો લાગે છે. ચેકપોસ્ટ બંધ થવાથી તેનો સ્ટાફ એન્ફોર્સમેન્ટમાં જોડાઈ જશે અને આ કર્મચારીઓને એક હેન્ડ ડિવાઇસ આપવામાં મેન્યુઅલી કામગીરીમાં ભ્રષ્ટાચારની શક્યતા વધુ હોય છે, પરંતુ હેન્ડ ડિવાઈસમાં તમામ કામ અને દંડની રકમ વગેરે કમ્પ્યુટરાઈઝ્ડ થતું હોવાને કારણે ભષ્ટાચારની શક્યતા રહેશે નહીં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x