3 વર્ષમાં વડા પ્રધાનની વિદેશી યાત્રા માટે ફ્લાઇટ્સ પર 255 કરોડ ખર્ચવામાં આવ્યા
નવી દિલ્હી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ ને લઈને થયેલા ખર્ચની માહિતી આપવામાં આવી છે. રાજ્યસભામાં ગુરુવારે જણાવવામાં આવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશી વ્યસ્તતા દરમિયાન ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પર 255 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી મોદી ના વિદેશ પ્રવાસ માટે ચાર્ટર્ડ ઉડાનો પર પાછલા ત્રણ વર્ષમાં 255 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં ગુરુવારે આપવામાં આવેલા લેખિત જવાબમાં વિદેશ મંત્રાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને ઉપલા ગૃહમાં જણાવ્યું કે, વર્ષ 2018-2019મા પીએમ મોદીની ઉડાનો પર 97.91 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, જ્યારે 2019-2020નું બિલ હજુ આવ્યું નથી.
વિદેશ રાજ્યમંત્રીએ ગૃહમાં આપેલા પોતાના લેખિત જવાબમાં કહ્યું કે, વર્ષ 2016/17મા પીએમ મોદીના વિદેશ પ્રવાસ માટે બુક કરવામાં આવેલી ચાર્ટર્ડ ઉડાનો પર 7.27 કરોડ ખર્ચ કરવામાં આવ્યા, જ્યારે વર્ષ 2017/18મા તેના પર 99.32 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે, વર્ષ 2016/17મા હોટ લાઇન સુવિધાઓ પર 2,24,75,451 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા અને તેના માટે 2017/18મા 58 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
મંત્રીએ ગૃહને જણાવ્યું કે, ભારત સરકારની નીતિ પ્રમાણે ઘરેલૂ પ્રવાસ માટે વીવીઆઈપી અને વીઆઈપીને યાવુ સેનાના એરક્રાફ્ટ કે હેલિકપ્ટર આપવાની સુવિધા છે, તેમાં વડાપ્રધાનના સત્તાવાર પ્રવાસ માટે ફ્રી એર ક્રાફ્ટ કે હેલિકોપ્ટર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.