રાષ્ટ્રીય

ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવવાના વિવાદ વચ્ચે પૂર્વ પીએમના પરિવારની એસપીજી સુરક્ષા હટાવતું બિલ આગામી સપ્તાહે સંસદમાં રજુ થશે

નવી દિલ્હી :

સંસદમાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેને પગલે સરકાર દ્વારા કેટલાક બિલ રજુ કરવામા આવી રહ્યા છે, જેમાં હવે એસપીજી કાયદાને સંલગ્ન એક બિલ પણ રજુ કરવામાં આવશે.

સરકાર જેટલા પણ પૂર્વ વડા પ્રધાન છે તેમના પરિવારજનોને મળનારી એસપીજી સુરક્ષાને હટાવવા માગે છે, જોકે એના માટે કાયદામાં સુધારા કરવા જરૂરી છે માટે સરકારે આ માટે એક બિલ તૈયાર કર્યું છે જેને આગામી સપ્તાહમાં સંસદમાં રજુ કરવામાં આવશે.

સરકાર દ્વારા આ પગલુ એવા સમયે ભરવામાં આવી રહ્યું છે જ્યારે ગાંધી પરિવારની સુરક્ષા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. સરકારે ગાંધી પરિવારને મળેલી એસપીજી સુરક્ષાને હટાવી લીધી હતી. ત્રણ દસકા બાદ ગાંધી પરિવારને મળેલી સુરક્ષા હટાવી લેવામાં આવી છે જેને પગલે આ મામલે હવે વિપક્ષે સરકારને ઘેરી છે.

આ પરિસિૃથતિ વચ્ચે હવે સરકાર એક એવુ બિલ લાવી છે જેને જો પસાર કરી દેવામાં આવે તો હવેથી પૂર્વ વડા પ્રધાનના પરિવારજનોને જે એસપીજી સુરક્ષા આપવામા આવે છે તેને હટાવી લેવાશે અને આવનારા દિવસોમાં કોઇ પણ પૂર્વ પીએમના પરિવારને આપવામાં નહીં આવે.

હાલના એસપીજી કાયદા અંતર્ગત વર્તમાન અને પૂર્વ વડા પ્રધાન તેમજ તેમના પરિવારજનોને એસપીજી સુરક્ષા આપવામાં આવે છે. પણ જો કાયદામાં સુધારા કરવામા આવે તો હવેથી પૂર્વ વડા પ્રધાનના પરિવારની સુરક્ષા એસપીજી દ્વારા નહીં કરાય.

જે પણ સુરક્ષાની કેટેગરી છે તેમાં એસપીજી ટોચના સૃથાને છે અને તે અંતર્ગત અતી સઘન સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. બુધવારે જ આ નવા બિલને કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, હવે તેને આગામી સપ્તાહે લોકસભામાં રજુ કરવામાં આવશે.

પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહને એસપીજીની સુરક્ષા આપવામાં આવી હતી, જોકે તેમની આ સુરક્ષાને પણ હટાવી લેવામાં આવી છે અને તેમને હવે ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

એટલે કે જો એસપીજી સુરક્ષા હટાવી લેવામાં આવશે તો સુરક્ષા માટેની અન્ય કોઇ વ્યવસૃથા પણ કરવામા આવશે. પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી, જેને પગલે પણ તેમના પરિવારજનો એટલે કે રાહુલ, સોનિયા અને પ્રિયંકા ગાંધીને એસપીજી સુરક્ષા અપાઇ હતી. જોકે 28 વર્ષ બાદ આ સુરક્ષાને હટાવી લેવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x