રાષ્ટ્રીય

અમે ભાજપ સરકારના દૂત નહિં : મોહન ભાગવત

આગરામાં એક કાર્યક્રમમાં શિક્ષકોની અનેક ફરિયાદો અને માંગોથી રૂબરૂ થતાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે તે ભાજપ શાસિત કેન્દ્ર સરકારના દૂત નથી. ભાગવતે કહ્યું કે તેમણે( શિક્ષકોએ) માનસંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરનો સંપર્ક કરવો જોઈએ.

એક બીજા કાર્યક્રમમાં આશરે 2000 યુવા દંપતીઓને સંબોધિત કરતા સંધ પ્રમુખે બાળકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના પેદા કરવાની અપીલ કરી. પોતાની યાત્રાના પહેલા દિવસે શનિવારે મોહનભાગવતે વિશ્વવિદ્યાલય કે મહાવિશ્વવિદ્યાલયના શિક્ષક સંમેલનમાં ભાગ લીધો હતો જ્યાં ઉત્તરપ્રદેશના 11 જિલ્લાના શિક્ષકો પહોંચ્યા હતા. ભાગવતે શિક્ષકોને બદલાવના વાહક બનવા અને સ્ટૂડન્ટ્સમાં રાષ્ટ્રીય ભાવનાઓ મજબૂત કરવા આહ્વાન કર્યું હતુ. તેમણે કહ્યું હતું કે શિક્ષાના ક્ષેત્રની સમસ્યાઓથી તે માહિતગાર છે પણ તે એડીએ સરકારના પ્રતિનિધિ નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x