અમદાવાદના GMDC ગ્રાઉન્ડ કન્વેન્શન હોલમાં ગૌરવશાળી સમારોહ : મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે રાજ્યના ૧૬૮ પોલીસ કર્મીઓને પોલીસ ચંન્દ્રક-મેડલ્સથી અલંકૃત કરાશે
અમદાવાદ :
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુરૂવાર તા. ર૮મીએ સવારે ૧૦ કલાકે ગુજરાત પોલીસ દળના ૧૬૮ પોલીસકર્મીઓ-અધિકારીઓને પોલીસ મેડલ્સથી અલંકૃત કરશે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતીમાં યોજાનારા આ ગૌરવશાળી સમારોહમાં રાષ્ટ્રપતિના પોલીસ પદકથી સન્માનિત ૧૮ તેમજ પોલીસ સેવા પદકથી સન્માનિત ૧૫૦ અધિકારી-કર્મીઓને આ પોલીસ મેડલ્સ એનાયત થવાના છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિવર્ષ ગણતંત્ર દિવસ તેમજ સ્વાતંત્ર્ય દિવસ અવસરે દેશના રાજ્યોના પોલીસ અધિકારીઓ-કર્મીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવાઓ-ફરજો માટે *રાષ્ટ્રપતિશ્રીના પોલીસપદક તેમજ પોલીસ પદક જાહેર કરવામાં આવે છે તદ્દઅનુસાર, ગુજરાત પોલીસ દળમાં ર૦૧૪થી ર૦૧૯ના વર્ષો દરમ્યાન ૯ પોલીસ અધિકારી-કર્મીઓને પ્રજાસત્તાક દિવસે તેમજ ૯ ને સ્વાતંત્ર્ય દિવસે એમ કુલ-૧૮ અધિકારી-કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદક જાહેર કરવામાં આવેલા છે આ વર્ષો દરમ્યાના ગણતંત્ર દિવસે પ૮ અને સ્વાતંત્ર્ય દિવસે ૯ર પોલીસ પદક પણ જાહેર કરાયેલા છે ગુજરાત પોલીસ દળના આવા વિશેષ પદક પ્રાપ્ત ૧૬૮ પોલીસ અધિકારી-કર્મીઓને ચંન્દ્રક-મેડલ્સ મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે ગુરૂવારે એનાયત થશે પોલીસ ચંન્દ્રક અલંકરણના આ સમારોહમાં મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંઘ, પોલીસ મહાનિદેશક શિવાનંદ જ્હા તેમજ વરિષ્ઠ પોલીસ અફસરો, ચંન્દ્રક પ્રાપ્ત કરનાર પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહેશે.