મંદી નથી…? દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન ‘તેજસ એક્સપ્રેસ’માંથી 20 લોકોને કર્યા છૂટા
અમદાવાદ
એક તરફ દેશમાં ગણા લોકો ને આર્થિક મંદી નાં કારણે નોકરીથી હાથ ધોવા પડે છે. ત્યારે દેશ ના નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની આર્થિક સ્થિતિ વિશે જણાવતા સંસદ માં કાલે કહ્યું કે GDP દર ઘટ્યો છે પણ એનાથી એવું ના કેહવાય કે દેશમાં આર્થિક મંદી છે. દેશમાં આર્થિક મંદીની વ્યાપક અસર જોવા મળી રહી છે, ત્યારે ખાનગી નોકરીમાં દરેક સમયે રોજગાર ગુમાવવાનો જોખમ રહે છે. ભારતીય રેલવેની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસમાં પણ છટણી થવા લાગી છે. તેજસ એક્સપ્રેસ શરૂ કર્યાને 2 મહિના પણ નથી થયા અને 20 લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરો માટે ભોજન પીરસવા અને તેમની સહાયતા કરનારી 20 ટ્રેન હોસ્ટેસોને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવી છે.
ટ્રેન હોસ્ટેસે આરોપ લગાવ્યો કે, કંપનીએ કોઈ પણ પ્રકારની નોટિસ વિના જ સેવા સમાપ્ત કરી દીધી. આ સાથે જ 18 કલાકની ફરજ બજવવા અને પગારમાં વિલંબનો પણ આરોપ લગાવ્યો છે. કેબિન ક્રૂ, એટેન્ડેન્ટ સહિત અનેક પદો પર છટણી કરવામાં આવી છે. દીવાળી પર તેજસ એક્સપ્રેસમાં 4 વધારાના કોચ લગાવવા પર ફર્મે વધારાની ટ્રેન હોસ્ટેસની નિંમણૂંક કરી હતી. હવે જ્યારે મુસાફરોની સંખ્યા ઓછી થઈ ગઈ, તો કંપનીએ તેમને બહારનો રસ્તો બતાવ્યો છે.
આ અંગે ટ્રેનની મેનેજર અવંતિકા સિંહે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તેજસ એક્સપ્રેસ સવારે 6:10 રવાના થાય છે. જેથી તેમને સવારે 5 વાગ્યે ફરજ પર હાજર થવું પડે છે. રાત્રે ટ્રેનને પરત ફરવા સુધીમાં 18 કલાકની જોબ થઈ જાય છે. આ ઉપરાંત અન્ય એક હોસ્ટેસે જણાવ્યું કે, એક વખત બીમારીને કારણે તેને કાનપુરના એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આમ છત્તા પણ આરામ કરવા માટે રજા આપવામાં આવી નહતી. બીજી તરફ વૃંદાવન ફૂડના HR હેડ પ્રદિપ સિંહનું કહેવું છે કે, આ તમામ આરોપો પાયાવિહોણા છે. કોઈને પણ નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા નથી. જ્યારે કોચ અથવા અન્ય ટ્રેનો ચાલશે, ત્યારે તમામને પરત ફરજ પર લેવામાં આવશે.