નકલી નોટો નું હબ બન્યું ગુજરાત : દેશભરમાંથી પકડાયેલી ફેક કરન્સીમાં ગુજરાતનો હિસ્સો 32%
અમદાવાદ
ગુજરાત નવી નવી ઉંચાઈયો આંબી રહ્યું છે. ગુજરાત ઘણા ક્ષેત્રે મહત્વનું સ્થાન મેળવ્યું છે. વિકાસ ની સાથે સાથે ગુજરાત બીજી ઉપલબ્ધિયો પણ હાંસિલ કરી રહ્યું છે. હવે આ સિદ્ધી નકલી નોટો માં કરી છે. આણંદના અંબાલ ખાતેના સ્વામિનારાયણ મંદિરના મહંતની રૂપિયા 2 હજારના દરની નકલી નોટો છાપવા મામલે ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત દેશમાં નકલી નોટોનો ગઢ હોય તેવા આંકડા NCRB (National Crimes Record Bureau) અને RBI રિપોર્ટમાં ખુલાસો થયો છે. વર્ષ 2017 જાહેર કરાયેલા આંકડામાં દેશભરમાંથી પકડાયેલી ફૅક કરન્સીમાં ગુજરાતનો હિસ્સો 32% બહાર આવ્યો છે. એક જ વર્ષમાં રૂપિયા 9 કરોડની નકલી નોટો પકડાઇ છે. બીજા નંબર પર દેશની રાજધાની દિલ્હી રહી છે.
ફૅક કરન્સી મુદ્દે કૉંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાત આર્થિક ગુનેગારોને ગુજરાતમાં રાજકીય આશ્રય મળે છે. નકલી નોટો પકડવામાં ગુજરતા અગ્રેસર છે સમગ્ર દેશમાં પકડાયેલી કુલ નકલી નોટો પૈકી ગુજરાતનો હિસ્સો 32 ટકા છે. સરકાર અને પોલીસ માટે આ ઘણી ગંભીર બાબત કહી શકાય.
2017માં ગુજરાતમાંથી 9 કરોડની 80, 519 નકલી નોટો પકડાઇ હતી. 2017માં દેશભરમાંથી જૂદા જૂદા દરની 3.56 લાખથી વધારે 28 કરોડના મૂલ્યની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. જોકે, ચોંકાવનારી વાત એ છે કે નકલી નોટોનો પકડાયેલો 56 ટકાથી વધારે હિસ્સો ગુજરાત અને દિલ્હીનો છે.
એનસીઆરબી 2016માં પ્રથમ વખત નકલી નોટનો પોતાનો રિપોર્ટમાં સમાવિષ્ઠ કરવાનું શરૂ કર્યુ હતું. નવેમ્બર 2016માં દેશમાં 500 અને 1000ની ચલણી નોટો બંધ કરવાનો મોદી સરકારે નિર્ણય કર્યો હતો. પરંતુ નોટબંધી બાદ પ્રથમ રિપોર્ટમાં દેશભરમાં જપ્ત કરાયેલી નકલી નોટોને લઇ એક વર્ષના ચોંકવાનારા આંકડા બહાર આવ્યા છે. 2017માં રૂપિયા 28.1 કરોડની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. જે 2016માં જપ્ત કરવામાં આવેલી નકલી નોટોની તુલનામાં 76 ટકા વધારો છે.
2017માં પકડાયેલી નકલી નોટોમાં સૌથી વધારે ચલણમાંથી રદ કરાયેલી રૂપિયા 500ની નોટો હતી. પરંતુ કુલ મુલ્યમાં નવી જાહેર કરાયેલી રૂપિયા 2 હજાર કિંમતની નોટો વધારે હતી. આ વર્ષ રૂપિયા 2000ની 74,878 નકલી નોટો પકડવામાં આવી હતી. જેનુ મુલ્ય 14.97 કરોડ થાય છે. આ નકલી નોટોની કુલ કિંમતના 53 ટકા છે.