ગાંધીનગરગુજરાત

બિનસચિવાલય ક્લાર્ક પરિક્ષામાં ગેરરીતિને લઇ કોંગ્રેસનો મોટો ઘટસ્ફોટ, ઘેરાઈ રૂપાણી સરકાર

ગાંધીનગર
ગુજરાતના યુવા ધન ને વારે કોંગ્રસ આવ્યું છે. સરકારી પરીક્ષાઓ માં થઇ રહેલી ગેરરીતી અને કૌભાંડો ને લઇ ઉમ્મેદવારો એ પણ વિરોધ નોધાવ્યો હતો. આવામાં કોંગ્રેસે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરિતી મુદ્દે મહત્વનો અને અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને તેના CCTV ફુટેજ બતાવવામાં આવ્યા હતા. આ CCTV ફુટેજ થી કોંગ્રેસ ગુજરાત સરકાર સામે લડાયક મુડમાં હોય તેવું લાગી રહ્યું છે. ગત તારીખ 17 નવેમ્બરના રોજ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. આના પહેલા પણ પેપરલિકને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. ત્યારે ગૌણ સેવા મંડળ દ્વારા બીજીવાર ખાસ તકેદારી રાખવામાં આવશે તેવી વાત કરી હતી. 17 નવેમ્બરે લેવાયેલા પરીક્ષામાં પણ પેપરની સીલ તૂટ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી.
ત્યારે કોંગ્રેસે પરીક્ષામાં કેવી રીતે ગેરરીતિ આચરવામાં આવી છે તેના પુરાવા આપ્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ સીસીટીવી ઉજાગર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં શિક્ષણ મોંઘું થયું, ખાનગરીકરણ થયું છે. આવામાં યુવા વર્ગ ભણીને બહાર આવે અને પરીક્ષામાં આવા પ્રકારની ગેરરીતિ સામે આવે છે. પરીક્ષાર્થીઓની નોકરી મેળવવાની અપેક્ષાઓ ઠગારી નીવડી છે. સરકારી નોકરીની ભરતીમાં અનેક કૌભાંડ આવ્યા છે. આંદોલન થયા છતાં સરકાર મિલીભગતના કારણે મળતીયાઓને લાભ અપાવવા માટે પારદર્શક ભરતી કરતી નથી. બિનસચિવાલય પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં પેપર લિક થયા છે.
એનએસયુઆઈની ટીમે મહામહેનતે સીસીટીવી મેળવ્યા છે. આ બેદરકારી માત્ર સુરેન્દ્રનગરની જ નહિ, પણ અન્ય સેન્ટરોની પણ છે. પરંતુ સરકાર આ કિસ્સાઓની તપાસ કરવા માંગતી નથી. મધ્યપ્રદેશના વ્યાપમ કરતાં મોટું કૌભાંડ ગુજરાતમાં સરકારી નોકરીની ભરતીમાં ચાલે છે. સરકાર ભાજપના મળતિયાઓને સરકારી નોકરીમાં ઘૂસાડવા માંગે છે. છેલ્લે થયેલી સરકારી ભરતીની પારદર્શક તપાસ થવી જોઇંએ. છેલ્લે લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરિતીને ધ્યાને પરીક્ષા રદ કરવી જોઈએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x