ભારત સામે ટી-20, વન-ડે ઇન્ટરનેશનલ માટે વિન્ડીઝની ટીમ જાહેર
સેન્ટ જોન્સ,
વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ આવતા મહિને ભારતના પ્રવાસે આવી રહી છે. ભારતીય ટીમ સામે એ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો અને વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે. વેસ્ટ ઈન્ડિઝે બંને સિરીઝ માટેની ટીમ ઘોષિત કરી દીધી છે. બંને ટીમનો કેપ્ટન કીરોન પોલાર્ડ છે. વન-ડે મેચોની સિરીઝની ટીમનો વાઈસ-કેપ્ટન શાઈ હોપ છે જ્યારે ટ્વેન્ટી-20 ટીમનો વાઈસ-કેપ્ટન નિકોલસ પૂરન છે. વેસ્ટ ઈન્ડિઝની હાલમાં જ લખનઉમાં અફઘાનિસ્તાન સામે ક્રિકેટ મેચો રમી હતી. વિન્ડીઝના પસંદગીકારોએ એ જ ખેલાડીઓને ફરી ટીમમાં સામેલ કર્યા છે. વેસ્ટ ઈન્ડિઝ હાલ વર્લ્ડ ટ્વેન્ટી-20 ચેમ્પિયન છે. ભારત-વિન્ડીઝ વચ્ચેની બંને સિરીઝ કાર્યક્રમ નીચે મુજબ છે. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા રમાવાની છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને ટીમ આ આગામી સિરીઝને મહત્ત્વ આપે છે.
વેસ્ટ ઈન્ડિઝની ટ્વેન્ટી-20 સિરીઝ માટેની ટીમઃ
કીરોન પોલાર્ડ (કેપ્ટન), નિકોલસ પૂરન (વાઈસ-કેપ્ટન), શાઈ હોપ, ફેબિયન એલન, બ્રેન્ડન કિંગ, ડેનેશ રામદીન, શેલ્ડન કોટ્રેલ, એવિન લુઈસ, શેરફેન રધરફોર્ડ, શિમરોન હેટમેયર, ખેરી પિયર, લેન્ડલ સિમન્સ, જેસન હોલ્ડર, હેડન વોલ્શ જુનિયર, કીમો પૌલ, કેસરિક વિલિયમ્સ
વન-ડે ઈન્ટરનેશનલ સિરીઝ માટેની ટીમઃ
કીરોન પોલાર્ડ (કેપ્ટન), શાઈ હોપ (વાઈસ-કેપ્ટન), સુનીલ અંબરિશ, શાઈ હોપ, ખેરી પિયર, રોસ્ટન ચેઝ, અલ્ઝારી જોસેફ, શેલ્ડન કોટ્રેલ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન, શિમરોન હેટમેયર, એવીન લૂઈસ, રોમેરિયો શેફર્ડ, જેસન હોલ્ડર, કીમો પૌલ, હેડન વોલ્શ જુનિયર.