રમતગમત

એશિયન તિરંદાજી ચેમ્પિયનશિપ : દીપિકાએ ગોલ્ડ અને અંકિતાએ સિલ્વર પર સાધ્યું નિશાન

ભારતીય તીરંદાજ દીપિકા કુમારીએ થાઈલેન્ડમાં ચાલી રહેલી 21મી એશિયન તિરંદાજી ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીતી લીધું છે. તેમણે મહિલાઓની વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં આ મેડલ જીત્યા છે. રસપ્રદ બાબત એ છે કે, દીપિકાએ ફાઈનલમાં ભારતીય તિરંદાજને હરાવી હતી. તેણે અંકિતા ભક્તને એકપક્ષીય ફાઈનલમાં 6-0થી હરાવી હતી. આ રીતે અંકિતાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
દીપિકા કુમારી અને અંકિતા ભક્તે સેમિફાઈનલમાં પહોંચીને દેશ માટે વ્યક્તિગત ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો હતો. સેમિફાઈનલમાં દીપિકાએ વિયેટનામની એનગુએટ ડો થિએનને 6-2થી હરાવી હતી. અંકિતેએ ભુટાનની કર્માને 6-2થી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
ટોપ સીડ દીપિકાએ મલેશિયાની નૂરઅફિસા અબ્દુલને 7-2, ઈરાનની જહરા નેમાતીને 6-4 અને સ્થાનિક તિરંદાજ નરીસારા ખુનહિરાનચાઈયોને 6-2થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. છઠ્ઠી ક્રમાંકિત અંકિતાએ હોંગકોંગની લામ શુક ચિંગ એડાને 7-1, વિયેટનામની એનગુએન થિ ફુયોંગને 6-0 અને કઝાકિસ્તાનની અનાસ્તાસિયા બાનોવાને 6-4થી હરાવી હતી.
ભારતીય તિરંદાજ સંઘ પર પ્રતિબંધના કારણે દીપિકા, અંકિતા અને લેશરામ બોમ્બાયલા દેવીની ટીમ તટસ્થ ધ્વજ હેઠળ આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. તિરંદાજીમાં ભારતનો આ બીજો ઓલિમ્પિક કોટા છે. આ અગાઉ તરૂણદીપ રાય, અતનુ દાસ અને પ્રણવ જાધવની પુરુષ રિકર્વ ટીમ પણ ઓલિમ્પિક કોટા મેળવી ચુક્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x